Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

કુંકાવાવ-વડિયા-ધોરાજી-પાટડી-વિસાવદર-માંગરોળમાં અડધો ઈંચ વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા યથાવત

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારથી ઝાપટાથી માંડીને અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, અમરેલી જિલ્લાના કુંકાવાવ, વડિયા તેમજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ, વિસાવદર તથા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે રાજકોટ, માંડવી, ઉના, તાલાળા, મોરબી, વાંકાનેર, વિંછીયા, લખતર, લીંબડી, વઢવાણ, જામનગર, કાલાવડ, જોડીયા, કેશોદ, જૂનાગઢ, ભેંસાણ, મેંદરડા, માળીયા હાટીના અને વંથલીમાં હળવા-ભારે ઝાપટા વરસી રહ્યા છે.

આજે સવારથી મોરબીમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ હોવાનું જાણવા મળ્યુ છે. જો કે કલેકટર તંત્રના કંટ્રોલ રૂમમાં મોરબી શહેરમાં ૩ મી.મી. વરસાદ પડયો હોવાનું નોંધાયુ છે.

(1:11 pm IST)