Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

પાકિસ્તાન સીંધ પ્રાંતમાંથી સંધી સમાજના વડા ગુરૂજી શાધરામજી દ્વારકાધીશ ભગવાનના દર્શને

 દ્વારકા, તા. ૧૬ : દ્વારકાની મુલાકાતે આજે સવારે પાકિસ્તાનના સીંધ પ્રાંતમાંથી સંધી સમાજ વડા (ગુરૂજી) શાધરામજી તેમના અનુયાયીઓ સાથે દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતા. તેમની સાથે રાજય પૂર્વ મંત્રી પરમાંધાદ પટ્ટરત્ય મુકુલભાર અને પાક.થી આવેલ જોડાયા હતા.

આજે સવારે દ્વારકાધીશ મંદિરના પુજારી જયેશભાઇ ઠાકર અને નૈતાજીએ શાધરામજીને દ્વારકાધીશજીના આશિર્વાદ આપતા હતાં. જોગાનું જોગ આજે દ્વારકાધીશમાં અન્નકુટ ઉત્સવ પણ દર્શન હોય જેથી ગુરૂજી ભારે પ્રભાવિત થયા હતાં.

શાધરામજીએ દર્શન કર્યા ાદ તેમના પ્રતિભાવો આપતા કહ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબજ સુંદર દર્શન કર્યા અને દર્શનનો સંતોષ થતો અને ભારતના એક ધામ દર્શનથી આનંદ વ્યકત કર્યો હતો.

તેઓ તાજેતરમાં જ કલમ ૩૭૦ નાબુદ કર્યા બાબતે જણાવ્યું હતું કે સાઉથ એશિયામાં ખૂબ પ્રેભાવ રહે અને લોકો પ્યાર ભાઇચારા અને સંગઠીત થઇને રહે તે વિશ્વના કલ્યાણ અર્થે ખૂબજ જરૂરી છે. તેઓ સીંધમાં આવેલ કુલ પર શકિતપીઠમાંની એક શકિતપીઠ હિંગળાજ માતાજીનું મંદિરમાં દર વર્ષે હિન્દુસ્તાનમાંથી હજારો શ્રદ્ધાળુઓ આવે અને તેના દર્શન પ્રેમભાવથી થાય તેની વ્યવસ્થા અમો કરી છીએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુરૂજી સાધરામજી પાક ખાતે નાયબ કલેકટરના દરજ્જા તરીકે નોકરી પણ અગાઉ કરેલ છે.

(11:57 am IST)