Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

આટકોટ નજીક કાર અથડાયા બાદ સબ સ્ટેશન પડતા ટીંબાના મહેશ વાળાનુ મોત

આટકોટ તા.૧૬: રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં અમરેલી જીલ્લાના ટીંબા ગામના મહેશભાઇ અમરૂભાઇ વાળાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલી જીલ્લાનાં ટીંબા ગામનાં મહેશભાઇ અમરૂભાઇ વાળા (ઉ.વ.૩૬) મારૂતિ અર્ટિકા કાર (નં.જી.જે.૦૩ એફડી.૭૦૨) લઇને રાજકોટથી તેમના ઘરે ટીંબા ગામ જઇ રહ્યા હતા.

ત્યારે રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર જંગવડ અને આટકોટ વચ્ચે રામદેવ જીનીંગની સામે મહેશભાઇ વાળાએ કારના સ્ટેયરીંગનો કાબુ ગુમાવ્યો હતો.

અને કાર રોડથી નીચે ઉતરીને વાડીમાં વિજળીના સબ સ્ટેશન સાથે અથડાતા સબ સ્ટેશન કાર ઉપર પડયુ હતુ જેના કારણે મહેશભાઇ અમરૂભાઇ વાળાને માથામા ગંભીર ઇજા થતા તેમનુ મોત થયુ હતુ.

આ બનાવની જાણ થતા જસદણ ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ દેવાયતભાઇ રાઠોડ, ઇએમટી પંકજભાઇ કટેસીયા, આટકોટ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

વધુ તપાસ આટકોટ પીએસઆઇ કે.પી.મેતા ચલાવી રહ્યા છે.(૧.૫)

(11:56 am IST)