Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

પત્નીને સાડીથી ગળે ટૂંપો દઇ પતાવી દેતો પતિ

મોરબી નજીક સીરામીક ફેકટરીની ઓરડીમાં ઝઘડો થતા પત્ની રાધા મૈયરની હત્યા કરી પતિ સોનુ છનનઃ પતિ સોનુની શોધખોળ

મોરબી તા. ૧૭ :.. મોરબીમાં હત્યા જેવા ગંભીર ગુન્હા સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે અને ગઇકાલે રાત્રીના સમયે સીરામીક ફેકટરીની ઓરડીમાં મહિલાનો મૃતદેહ મળ્યા બાદ તેની હત્યા તેના પતિએ જ કર્યાનું ખુલતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની સ્માઇલ સીરામીક ફેકટરીની ઓરડીમાં મહિલાનો મૃતદેહ હોવાની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પીએસઆઇ એમ. વી. પટેલ સહિતની ટીમ દોડી ગઇ હતી અને ઓરડીમાં પડેલા મહિલાના કોહવાયેલા મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો મહિલાને ગળેટૂંપો દઇને હત્યા કરવામાં આવી હોય તેવી આશંકાને પગલે પોલીસે સઘન તપાસ ચલાવી હતી.

આ બનાવ અંગે મોરબીના રોહીદાસપરાની રહેવાસી શૈલેષભાઇ રાવાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપી સોનુભાઇ મૈયર તેની પત્ની રાધા સાથે સિરામિક ઓરડીમાં રહેતો હોય અને કોઇ કારણોસર બંને વચ્ચે ઝઘડો થતા આરોપી પતિએ સાડી વડે ગળેટૂંપો દઇને પત્નીની હત્યા કરી નાસી ગયો છે. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી નાસી છૂટેલ પતિ સોનુ મૈયરની શોધખોળ હાથ ધરી છે.

(11:54 am IST)