Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

હળવદમાં ૨ જગ્યાએ જુગાર દરોડાઃ ૮શખ્સો ઝડપાયા

હળવદ,તા.૧૬: હળવદ શહેરમાં સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા એલ.સી.બી ટીમ દ્વારા જુદી જુદી જુગારીઓ પર રેડ પાડવામાં આવી હતી જેમાં હળવદ પોલીસ દ્વારા તાલુકા પંચાયત ની બાજુમાં આવેલ અલ્લાહ રખાના જીન પાસે જાહેરમાં જુગાર રમતા નાનજીભાઈ બાલાભાઈ વાદ્યેલા, રમેશભાઈ બચુભાઈ સોલંકી, મનસુખભાઈ મોહનભાઈ નાથબાવા અને મહેશભાઇ જાદવજીભાઈ સુરેલા ને રૂપિયા ૯૭૦)ની રોકડ સાથે ઝડપી લીધા હતા જયારે મોરબી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હળવદ શહેરમાં આવેલ નાડોદાવાસ ચોકમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે પૈસાની હાર જીતનો રોન પોલીસ નો તીન પત્ત્।ીનો જુગાર રમતા ભરતગીરી રતનગીરી ગોસાઈ,રમણીકગર મણીકગર ગોસાઈ,મયુરસીહ ઉમેદસિંહ ઝાલા અને લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા રહે બધા હળવદ વાળાને રૂપિયા ૨૪૪૦૦ની રોકડ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:54 am IST)