Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સમાજનું ઋણ સત્કાર્યો થકી જ ઉતરે : જવાહરભાઇ ચાવડા

સારા કાર્યમાં ઇશ્વર હંમેશા સહયોગી બને : રમેશભાઇ ધડુક : જૂનાગઢમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા સન્માન સમારોહ સંપન્ન

જૂનાગઢ તા.૧૬ : જૂનાગઢ જિલ્લા અને શહેરમાં વસવાટ કરતાં ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ દ્વારા કૃષિ યુનિ. કેમ્પસમાં સરદાર પટેલ સભાગૃહ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો.જેના  અધ્યક્ષ સ્થાને રાજયનાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનાં ભાઇ-બહેનોને સંબોધતા અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતુ કે, રાજય સરકાર હમેંશા સર્વ સાથ અને વિશ્વાસના સથવારે વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. નાના-નાના સમાજનાં ઉત્કર્ષ માટે રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લોકહીતનાં અનેક આયામો દ્વારા છેવાડાનાં વંચીતજનનાં ઉત્કર્ષ માટે કાર્યક્રમો હાથ ધર્યા છે.

આ પ્રસંગે ઉદદ્યાટક અને મુખ્ય અતિથી પોરબંદરનાં સાંસદશ્રી રમેશભાઇ ધડુકે તેમની તળપદ શૈલીમાં સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે ભારત સરકાર સૌના વિકાસ અને સૈાનાં વિશ્વાસ સાથે કામ કરી રહી છે. સત્ય અને પરમાર્થનાં કાર્યમાં હમેંશા ઈશ્વર સહયોગી બની રહે છે એ મારી જાત અનુભવ છે. જગદગુરૂ ભગવાન કૃષ્ણની કૃપાથી સદ્યળા ગુજરાત પ્રદેશમાં સારા વરસાદથી લોકોમાં ખુશી હોય એ સહજ છે ત્યારે સૈા ગુર્જર ક્ષત્રિય પરિવારજનોને જીવનોત્કર્ષ માટે શુભેચ્છા વ્યકત કરી લોકકલ્યાણની યોજનાઓ અંગે વાત કરી હતી.

આ પ્રસંગે જૂનાગઢનાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ પ્રાસંગિક વકતવ્યમાં જણાવ્યુ હતુ કે તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલીકાની ચુંટણીમાં જે બહુમતીથી ધીરૂભાઇની આગેવાનીમાં કોર્પોરેશનની ટીમ કાર્યરત બની છે તે જૂનાગઢ મહાનગરનાં સર્વાંગી વિકાસમાં અદકેરૂ સોપાન બની રહેશે.

 જૂનાગઢનાં મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલે પોતાનાં વકતવ્યમાં જણાવ્યુ હતુ કે રાજનીતીથી દ્યણો દુર રહ્યો હોવા છતાં પરમેશ્વરે મને જે રીતે જૂનાગઢનાં હીતમાં રાજકીયક્ષેત્રે  જવાબદારી માટે નિમિત્ત્। બનાવ્યો છે તેમાં હું ખરો ઉતરૂ એવી ભગવાન સ્વામિનારાયણ શકિત આપશે, મુકાયેલ ભરોસો આવનાર દિવસોમાં લોકહીતોનાં કાર્યો થકી ઉજાગર કરી લોકવિશ્વાસ ઉભો કરવા પ્રયત્નશીલ બની રહેવાની વાત કરતા જણાવ્યુ હતુ કે સરકારી વાહનનો  શકય તેટલો ઓછો વપરાશ કરવો, પગાર ભથ્થા ના લેવા અને સદૈવ જૂનાગઢનાં લોકોનાં અરમાનોને મુર્તિમંત કરવાની દીશામાં કાર્ય કરતા રહેવા હામ વ્યકત કરી હતી.

 આ પ્રસંગે ગુર્જર ક્ષત્રિય સમાજ બોર્ડીંગનાં ઉપપ્રમુખશ્રી ગોરધનભાઇ ટાંકે આમંત્રીત મહેામાનોને સંબોધતા જણાવ્યુ હતુ કે ગુર્જર ક્ષત્રીય સમાજ નાનો છે, છતાં સત્યની પડખે ઉભો રહે તેવો સમાજ છે. આ તકે કડીયા સમાજ બોર્ડીંગનાં પ્રમુખશ્રી પ્રકાશભાઇ ચૈાહાણ અને વેટરનરી કોલેજનાં આચાર્ય ડો. પી.એચ.ટાંકે પ્રાસંગિક વકતવ્ય રજુ કર્યુ  હતુ.

  સન્માન સમારોહ પ્રસંગે સમાજશ્રેષ્ડીઓ દ્વારા મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને શ્રી રમેશભાઇ ધડુક અને મેયર શ્રી ધીરૂભાઇ ગોહેલનું શાલ- મોમેન્ટે અને પુષ્પાહાર દ્વારા બહુમાન કર્યુ હતુ. આ તકે મહાનગરનાં નગરસેવકશ્રી ભાનુમતીબેન ટાંક અને કંચનબેન જાદવનું પણ સન્માન કરાયુ હતુ. ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનાં જૂનાગઢ મહાનગરનાં નવ પ્રાંતનાં નવ વિભાગીય પ્રમુખશ્રીઓએ ધીરૂભાઇ ટાંકની આગેવાનીમાં મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલને ભગવાનશ્રીની પ્રતિમા અર્પણ કરી સન્માનતી કર્યા હતા. આ તકે જૂનાગઢ જિલ્લાનાં વિવિધ ગામોએથી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનાં આગેવાનોએ સમાજનાં ધીરૂભાઇ ગોહેલને મેયર બનવા બદલ શુભકામના પાઠવી સન્માનીત કર્યા હતા. આ તકે કૃષિ યુનિ.નાં ઉપકુલપતિ ડો. એ.આર. પાઠક અને સંશોધન નિયામક ડો. ચોવટીયાએ મંત્રીશ્રી, સાંસદશ્રી, અને મેયરશ્રીનું કૃષિ કેમ્પસમાં પધારવા બદલ સન્માન કરી સત્કાર્યા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા ગુર્જર કડીયા સમાજનાં વજુભાઇ કાચા, કીશોરભાઇ ચોટલીયા, સેવાસંસ્થાનાં સૈા કાર્યકર્તા, બોર્ડીંગનાં કારોબારી સભ્યો, ખેડુત સમાજનાં આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

(11:43 am IST)