Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સૌરાષ્ટ્ર કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ભવ્ય ઉજવણી

ગામે ગામ ધ્વજવંદન મશાલ રેલી, દેશભકિત ગીતો નું ગાયન સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

રાજકોટ તારીખ ૧૬:  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે સ્વાતંત્ર્યપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને સ્વતંત્ર પર્વ પ્રસંગે આન-બાન અને શાનથી ભારતના રાષ્ટ્રધ્વજ ને સલામી આપવામાં આવી હતી

 જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રાષ્ટ્રના પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

 ૧૫મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન બાદ જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને લોકોએ મનભરીને માણ્યો હતો

ગારીયાધાર

ગારીયાધર યુવા ભાજપા દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્ત્। મશાલ રેલી યોજાઇ હતી જેમાં રેલી ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરી સમગ્ર શહેરના  જાહેર માર્ગો પર ફરી હતી

(4:41 pm IST)