Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

દ્વારકામાં આદિ શંકરાચાર્યજીની પ્રતિમાનું શનિવારે મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ

તા.૧૬ : શનિવારે દ્વારકા તા.૧૭મીએ મુખ્યમંત્રીના હસ્તે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

દ્વારકાનો વિકાસ અને પ્રાચીનના (હેરીટેજ) દર્શનના અભિગમ સાથે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ દિશા તરફ ચાલી રહી છે ત્યારે સનાતન ધર્મના સ્થાપક પ્રચારક એવા આદિ શંકરાચાર્યજીના સ્મારકનું પણ દ્વારકાધીશ મંદિર પરિસરના સુદામા સેતુની સામે પાલિકા દ્વારા કલાત્મક પ્રતિમાનું અનાવરણ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા.૧૭મીના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દંડીસ્વામી સદાનંદજીની ઉપસ્થિતીમાં રાખવામાં આવ્યુ છે.

પાલિકા ચીફ ઓફીસર ચેતન ડુડીયા તથા પ્રમુખ જીતેશ માણો તથા ઉપપ્રમુખ પરેશ ઝાખરીયાએ જણાવ્યું હતુ કે દ્વારકાની શારદાપીઠ ભારતની ચાર દિશાની પ્રથમ  છે. આદિ શંકરાચાર્યજીએ ૨૫૨૫ વર્ષ શારદાપીઠ મઠનું સ્થાપન કર્યુ હતુ. હાલ સુદામા સેતુ પાસે ૩૦૦ મીટર ક્ષેત્રફળના વિસ્તારમાં હેરીટેજ લુક સાથે આદિ શંકરાચાર્યજી સ્મારક પાલિકા દ્વારા બનાવવામાં આવ્યુ છે. સ્મારકમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા સ્મૃતિચિત્રોનુ સર્જન થશે. આ કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે દેવભૂમી દ્વારકાના જીલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર દ્વારકાના આ સ્થળની મુલાકાતે આવી રહેલ છે.

(11:38 am IST)