Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સોમનાથ મહાદેવ મંદિરના વીસમી સદીના શિલ્પો જુના સંગ્રહાલય લઈ જવાશે

પ્રભાસપાટણ તારીખ ૧૬:  વિશ્વ પ્રસિદ્ઘ સોમનાથ મહાદેવ મંદિરનો દિનપ્રતિદિન કૂદકે ને ભૂસકે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે જેના ભાગરૂપે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ ૧૯૯૧માં  ગુજરાત સરકારના સંગ્રહાલયને સોમનાથ મંદિરના પ્રાચીન શિલ્પ સ્થાપત્ય દર્શાવવા ૪૪ ૦૦  સ્કવેર ચોરસમીટર વિશાળ જમીન આપી હતી જે મ્યુઝિયમ માત્ર ગણ્યાગાંઠયા મહિનાઓ ચાલી ૨૦ વર્ષથી વધારે બંધ હાલતમાં પડેલ હતું તેમ જ સોમનાથ ટ્રસ્ટ પોતે પણ પાર્કિંગ પાસે અલગ સંગ્રહાલયનું બાંધકામ કરેલ છે.

સોમનાથ મંદિર લોકોને ગૌરીકુંડ ચેકપોસ્ટથી જ દેખાય અને મંદિર આસપાસ વિશાળ મેદાન યાત્રિકોની સુવિધા અર્થે મળી રહે તે માટે આ જમીન સોમનાથ ટ્રસ્ટ તારીખ ૧૯ -૮- ૨૦૧૯ ના રોજ કરાર ઉપર સહી કરી પુનઃ  પ્રાપ્ત કરશે.

આ અંગે ગાંધીનગર થી ડેપ્યુટી ડાયરેકટર મ્યુઝિયમ તેમજ જુનાગઢ થી સોમનાથ મ્યુઝિયમના ઇન્ચાર્જ અધિકારી એ સોમનાથની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થા ગોઠવાઈ રહી છે

ત્યારે ૧૯-૮ ના રોજ મ્યુઝિયમ વતી ગુજરાત સરકારના અધિકારી કરાર ઉપર સુપ્રત કર્યા ની સહી કર્યા એક માસમાં હાલ આ મ્યુઝિયમમાં રહેલ તમામ શિલ્પો અન્યત્ર ખસેડાશે હાલ આ મ્યુઝિયમમાં શું છે ખંડિત પ્રાચીન સોમનાથ મંદિરની સંપત્ત્િ। પ્રાચીન વહાણવટુ માનવશાસ્ત્ર વિભાગ અને પ્રાચીન સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ના ગ્રામ્ય જીવન ના પ્રતિભાવો અને વસવાટના દ્રશ્યો  ટેબ્લો વાસણો સામેલ છે.

(11:37 am IST)