Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મીઠાપુર- સુરજકરાડીમાં બીએસએનએલની સેવા ઠપ્પઃ અઠવાડિયાથી તંત્ર દાદ આપતું નથી

મીઠાપુર,તા.૧૬: ઓખા મંડળ તાલુકાના  છેવાડાના ગામ મીઠાપુર અને સુરજકરાડીમાં ગત ૭ તારીખ એટલે કે વરસાદ શરૂ થયો તે પહેલાથી જ બીએસએનએલની સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ બાબતે અવારનવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ જ સંતોષકારક પ્રત્યુતર મળતો નથી.

આ અગાઉ પણ બે કે ત્રણ દિવસ આ સેવાઓ બંધ રહેતી હોવાના બનાવો તો બનતા જ રહે છે. પરંતુ આ વખતે તો  આઠ આઠ દિવસ પછી પણ આ તંત્રના જવાબદારોનું પેટનું પાણી પણ હલતું નથી. આ વિસ્તારમાં લગભગ દરેક સમસ્યાઓ આવી રીતે જ સર્જાતી હોય એવું હવે અહીંની પ્રજાને લાગી રહ્યું છે. કારણ કે હમણાજ તાજા બનાવમાં પીજીવીસીએલની ઘણીજ બેદરકારીઓ સામે આવી હતી અને પ્રજાને અંધારપટ સહન કરવાનો વારો આવ્યો હતો. એક બાજુ આપણી સવેન્દનશીલ સરકાર નવી નવી ટેકનોલોજી વિકસાવી આમ જનતા માટે વિકાસના નવા દ્વારો ખોલી રહી છે. ત્યારે આવા બનાવો બનતા રોષ વ્યાપી ગયો છે.

(11:35 am IST)