Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મુન્દ્રા-અંજાર હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃબે યુવકોનાં કરૂણ મોત

ભુજ,તા.૧૬:મુન્દ્રા-અંજાર રોડ પર ટ્રક અને બાઈક વચ્ચેઙ્ગ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે યુવકોના દ્યટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા અને અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ અંગે મળતી વિગત મુજબઙ્ગ મુન્દ્રા-અંજાર હાઇવેનાં વવાર પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . જેમા ૨ યુવકોનાં દ્યટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં. જયારે એક યુવકને ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવકને મુન્દ્રાની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

દ્યટનાનાં પગલે મુન્દ્રા-અંજાર હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. જોકે, પોલીસને દ્યટનાની જાણ થતા જ પોલીસ કાફલો દ્યટનાસ્થળે પહોંચી ગયો હતો. અને કાર્યવાહી હાથ ધરી હતી.

(11:33 am IST)