Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ભાવનગર જિલ્લાના તળાજા,અલંગ અને ત્રાપજ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો

ભાવનગરમાં રોપડ રસ્તાઓનું બેફામ ધોવાણઃઠેર ઠેર ખાડાઓ પડ્યા;ભારે મુશ્કેલી

ભાવનગર,તા.૧૬:ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાવનગરના તળાજા, અલંગ, ત્રાપજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.

ભાવનગરના રોડ રસ્તા તૂટી જવાથી લોકો ભારે મુશ્કલીનો સામનો કરીને વાહનો હંકારી રહ્યાં છે. તંત્રના પાપે રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે.અત્રે .ઉલ્લેખીનીય છે કે ભાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતા રસ્તો તોડવાનો વારો આવ્યો હતો.

(11:31 am IST)