Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

પોરબંદરમાં કલેકટર અને એસ.પી. દ્વારા રક્ષાપર્વની અનોખી ઉજવણી

પોરબંદર તા.૧૬:પોરબંદર સ્થિત રૂપાળીબાં લેડી હોસ્પિટલના દર્દિઓ સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડ્યા અને જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે ઉજવણી કરી હતી. જિલ્લા કલેકટરશ્રીને ધરમપુરના લાખીબેને ભાવપૂર્વ રાખડી બાંધી હતી. જયારે જિલ્લા પોલીસ વડાશ્રીને કોલીખડાના નીતાબેન મોરીએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા.

     કલેકટરશ્રીએ દર્દિનારાયણના હાથે રાખડી બંધાવવા સાથે દર્દિઓના ખબર અંતર પુછી હોસ્પિટલની સ્વચ્છતાનુ નિરિક્ષણ કરી તબીબો પાસેથી દર્દિઓના આરોગ્ય વિષયક સેવાઓની વિગતો મેળવી હતી.  આ પ્રસંગે અધીક કલેકટરશ્રી એસ.ડી. ધાનાણી, પ્રાંત અધીકારશ્રી કે.વી. બાટી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાઠોડ ઉપસ્થિત રહયા હતા.

(11:24 am IST)