Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સુરેન્દ્રનગર શહેરમાં પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન

સુરેન્દ્રનગર તા.૧૬: રાષ્ટ્રની આઝાદી માટે અનેક નામી અનામી શહિદોએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે. આ મહામુલી આઝાદીના ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વે સૌ નાગરીકોને અખંડ ભારતના વિકાસ અને સમૃધ્ધિ માટે સહભાગી થવા અનુરોધ કરતાંઙ્ગપ્રાંત અધિકારીશ્રી વિજય પટ્ટણીએ ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી.

પ્રાંત અધિકારીશ્રી વિજય પટ્ટણીએ આજરોજઙ્ગ દેશની આઝાદીના લડવૈયાઓ-શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.ઙ્ગજિલ્લા વહિવટી તંત્ર દ્રારા ૭૩ માંઙ્ગસ્વાતંત્ર્ય દિનની સુરેન્દ્રનગર સ્થિત જવાહર ગ્રાઉન્ડ ખાતે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીશ્રી વિજય પટ્ટણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી  રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.

આ પ્રસંગે તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને અનુરોધ કરતાં વધુમાં ઉમેર્યુંઙ્ગહતું કે, ૨૧ મી સદીએ નવયુવાનોની છે. આથી યુવાનો દેશના વિકાસ માટે આગળ આવે અને ભારત દેશને વિશ્વભરમાં નામના અપાવનાર સિધ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છા પણ તેઓએ આ તકે પાઠવી હતી.

આ પ્રસંગે રાજય સરકારના સમાજ સુરક્ષાની યોજના અંતર્ગત સુરેન્દ્રનગર શહેર મામલતદાર તથા વઢવાણ મામલતદાર દ્વારા મંજુર કરેલ વિવિધ સહાય યોજના જેવી કે નિરાધાર વિધવા સહાય, ઇન્દીરા ગાંધી વયવંદના સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય, નિરાધાર વૃધ્ધ સહાયની મંજુર કરવામાં આવેલ ૫૦૪ અરજીઓ પૈકી ૨૦૩ લાભાર્થીઓને સમાજ સુરક્ષા સહાય મંજુરીના હુકમો પ્રાંત અધિકારીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે મામલતદારશ્રી પી.એ. ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.બી. વાણંદ, એસ.જે. પવાર, અગ્રણી સર્વશ્રી વિપીનભાઇ ટોલીયા, દિલીપભાઇ પટેલ, સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતાં.

(11:23 am IST)