Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

રાજ્ય સરકારે પ્રગતિનો નવો નકશો કંડાર્યો : સૌરભભાઇ પટેલ

વડિયામાં અમરેલી જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયુઃ ઉર્જા મંત્રીના હસ્તે તિરંગો લહેરાયોઃ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

અમરેલી તા. ૧૬  : ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની વડિયા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીશ્રીઓને સુતરની આંટી પહેરાવી વંદન કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાષ્ટ્રની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી પ્રજાજનોને ૭૩માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી.

મંત્રીશ્રીએ કહ્યું કે, ભારતએ વિશ્વની આર્થિક સત્ત્।ા બની રહેલ છે, રાષ્ટ્રના વિકાસમાં રાજયના વિકાસની વિભાવનાથી ગુજરાત રાજયની પ્રગતિનો નવો નકશો રાજય સરકારે કંડાર્યો છે. લોકોની આગવી સૂઝ અને આધુનિક ટેકનોલોજીના સમન્વેયથી રાજય વિકાસની દિશામાં મક્કમ રીતે આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યુ કે, રાજયના ખૂણેખૂણાના વિકાસ માટે રાજય સરકાર પ્રતિબદ્ઘ છે. રાજયની સંવેદનશીલ અને પ્રગતિશીલ રાજય સરકારને લોકાભિમુખ વહીવટ દ્વારા લોકોની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આઝાદી માટે જાન ન્યોછાવર કરવાનો આપણને અવસર નથી મળ્યો પરંતુ મળેલી આઝાદી માં જીવીને વિકાસના કાર્યોને વધુ તેજ રફતારથી આગળ વધારવા માટેનો અવસર આપણને મળ્યો છે આપણે સહુ દેશ માટે જીવવાનો અવસર ચરિતાર્થ કરવા માટે આઝાદીના આ પાવન પર્વે એક સંકલ્પ કરીએ.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત સરકારે લોક કલ્યાણની અનેકવિધ બાબતે વિકાસના શિખરો સર કર્યા છે. તેમણે રાજયમાં હાથ ધરવામાં આવેલા જળસિંચન, જળ વ્યવસ્થાપન અને જળ વિતરણ માટેના આયોજન વિશે પણ વિગતો જણાવી હતી. આ વર્ષે ૧૫% વિવેકાધિન જોગવાઇ હેઠળ મળવાપાત્ર ગ્રાંટ રૂ. ૧૬૨૦.૫૦ લાખ સામે રૂ. ૧૬૨૦.૫૦ લાખના ખર્ચે ૬૪૧ કામો હાથ ધરવામાં આવેલ છે. જેની સામે રૂ. ૭૮૫.૦૦ લાખનો ખર્ચ થયેલ અને ૩૨૪ કામો પુર્ણ થયેલ છે. આ ઉપરાંત ખાસ પછાત વિસ્તાર (ખારાપાટ/પાંચાલ) જોગવાઇ હેઠળ મળવાપાત્ર ગ્રાંટ રૂ. ૭૨ લાખ સામે રૂ. ૭૨ લાખના ખર્ચે ૨૨ કામો હાથ ધરવામાં આવેલ છે. જેની સામે રૂ. ૨૭ લાખનો ખર્ચ થયેલ અને ૯ કામો પુર્ણ થયેલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, પશુધનને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રસીકરણ, કૃત્રિમ બીજદાન, પશુ દવાખાના, શાખા પશુ દવાખાના, પશુ આરોગ્ય કેમ્પ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પશુપાલન શાખા દ્વારા ૧૮૫ પશુ આરોગ્ય મેળાઓ યોજવામાં આવેલ. ૮૪૦૦ લાભાર્થીઓના અંદાજે ૮૭,૦૦૦ જેટલા પશુઓને વિનામૂલ્યે સારવાર કરવામાં આવી. ૫.૫૭ લાખ પશુઓને ખરવા-મોવાસા રોગ વિરોધી રસીકરણ કરવામાં આવ્યુ હતુ.

જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જૂન મહિનામાં વાયુ વાવાઝોડાની અસરના પગલે અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાબદું આયોજન કરવામાં આવ્યું હતું. આવા કપરા સમય દરમિયાન કોઈ જાનહાનિ વગર તમામ ગ્રામજનોને સમયસર સલામત સ્થળે પહોંચાડવા તેમજ મિનિટ ટુ મિનિટ સતત મોનીટરીંગ રાખી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જઈને આરોગ્ય, વાહન વ્યવહાર જેવી વ્યવસ્થાઓનું સુચારુ આયોજન કરવા બદલ એમને અભિનંદન આપ્યા હતા. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવી કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગને ખડેપગે રાખી એમના સતત મોનીટરીંગ હેઠળ લગભગ ૧૫૦ જેટલી સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડી હતી અને લગભગ ૩૯ જેટલી સફળ પ્રસુતિ કરાવી હતી. અમરેલી જિલ્લાની વહીવટી ટીમની આવા ઉમદા કામની પ્રશંસા રાજય સરકારે કરી હતી અને સમગ્ર તંત્રના કામને બિરદાવ્યું હતું.

મંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા અમલી આરોગ્ય, શિક્ષણ, મહિલાલક્ષી, વીજળીકરણ સહિતની વિવિધ યોજનાઓ, ગરીબોના કલ્યાણ માટેની યોજનાકીય વિગતો અને રાજયમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતાલક્ષી પગલાઓ વિશે જણાવ્યું હતુ. મંત્રીશ્રીએ જિલ્લામાં કાર્યરત માર્ગ અને મકાન, જિલ્લા આયોજન, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, સિંચાઇ, શિક્ષણ, પંચાયત, ગ્રામવિકાસ, આવાસ નિર્માણ, વીજળીકરણ સહિત તમામ ક્ષેત્રે થયેલા વિકાસ કામગીરીની વિગતો જણાવી હતી. 

વડિયા ખાતે યોજાયેલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતાં રંગારંગ સાંસ્કૃત્ત્િ।ક કાર્યક્રમો અને યોગ નિદર્શન વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. મહાનુભાવોએ તેમને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના વિકાસ કાર્યો માટે કલેકટરશ્રી આયુષ ઓકને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

મંત્રીશ્રીએ સાંસ્કૃત્ત્િ।ક કૃત્ત્િ। રજૂ કરનાર વિદ્યાર્થીઓ, રમતગમત તેમજ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને મોમેન્ટો, શિલ્ડ, ટ્રોફી સહિતના ઇનામો અર્પણ કર્યા હતા. આરોગ્ય અને ૧૦૮ની સેવાઓ પૂરી પાડનાર અધિકારી-કર્મચારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છ  ભારતની કામગીરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ. મંત્રીશ્રી તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા પોલીસ વડાશ્રી નિર્લીપ્ત રાય, નાયબ વન સંરક્ષક પ્રિયંકા ગેહલોત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એમ. પાડલીયા, પૂર્વ ધારાસભ્યશ્રી બાવકુભાઈ ઉંધાડ, નિવાસી અધિક કલેકટરશ્રી એ. બી. પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. એમ. ડોબરીયા પ્રાંત અધિકારીશ્રી સતાણી, જિલ્લા આયોજન અધિકારીશ્રી ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડાઙ્ખ. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ ઉપરાંત વિવિધ પદાધિકારીશ્રીઓ, સંબંધિત કચેરીઓના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ અને વડિયાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:21 am IST)