Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

પાટણવાવના પીપળીયા અને ભાયાવદરના માખીયાળામાં જુગાર રમતા ૧૪ પકડાયા

પાટણવાવ, તા. ૧૬ : જીલ્લાના પાટણવાવ પોલીસ મથકના પીપળીયા અને ભાયાવદરના માખીયાળા ગામે જુગાર રમતા ૧૪ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડામાં પાટણવાવના પીપળીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ઇન્ચાર્જ પીએસઆઇ એમ.જે.પરમાર તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) વશરામ છગનભાઇ તલસાણીયા (ર) રતીલાલ ટપુભાઇ મકાતી (૩) હરસુખ પોપટભાઇ લાડાણી (૪) મનસુખ હરીભાઇ મકવાણા, (પ) પ્રતાપ વલ્લભભાઇ કનેરીયા, (૬) ભીખા રૂપાભાઇ બાંભણીયા (૭) રાજુ જીણાભાઇ દાફડા તથા (૮) ગોરધન વશરામભાઇ લોરીયા રે. બધા પીપળીયા તા. ધોરાજીને ગંજીપતા તથા રોકડ રૂ.૧૪,૦ર૦, આઠ મોબાઇલ ફોન કિ.રૂ. ૭૦૦૦ તથા ત્રણ મો.સા. કિ.રૂ.૪પ૦૦૦ મળી કુલ ૬૬,૦ર૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં ભાયાવદરના માખીયાળા ગામે પીએસઆઇ આર.કે.ચાવડા તથા હેડ કો. મનજીભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) હમીર ઓધડભાઇ ગાગીયા રહે. માખીયાળા (ર) દિનેશ મુળુભાઇ સોલંકી રહે. સંત સીરોડા તા. જોમજોધપુર (૩) દિનેશ ગોવિંદભાઇ મકવાણા રહે. બુટાવદર તા. જામજોધપુર (૪) લખમણ અળશીભાઇ ચંદ્રવાડીયા રહે. બુટાવદર તા.જામજોધુપર (પ) જયેશ કનૈયાભાઇ સુરાણી રહે. મેથાણ, તા. જામજોધપુર તથા (૬) દિનેશ લુર્લભજીભાઇ ડાંગર રહે. બુટાવદર તા.જામજોધપુર વાળાઓને રોકડા રૂ.૧૪૬પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:15 am IST)