Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ વૃધ્ધાશ્રમમાં ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો

અમરેલી,તા.૧૬: વિધાનસભા વિરોધપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી સેવાકાર્યો સાથે પોતાનો જન્મદિન ઉજવ્યો છે. ગઇ કાલે ૧૫મી ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વના દિવસે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી એ પોતાના જન્મદિવસ અમરેલી ખાતે 'દીકરાના ઘર વૃદ્ધાશ્રમ'ખાતે તરછોડાયેલા માતા-પિતાના એક પુત્ર બની તેમજ અંધશાળાના દિકરા-દિકરીઓ તેમજ તરછોડાયેલા બાળકોના પિતા બનીને શ્રી ધાનાણીએ અનાથ આશ્રમના દીકરા, દીકરીઓને સાથે આમ સાંજનું ભોજન કરાવી અને જન્મદિવસની ઉજવણી કરી હતી તેમ  શરદભાઇ ધાનાણીની યાદીમાં જણાવ્યું છે.(

(11:15 am IST)