Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

સોમનાથ મંદિર ખાતે ૧૫ મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણીઃ ટ્રસ્ટી જે.ડી. પરમારનાં હસ્તે ધ્વજવંદન

એક તરફ શ્રાવણ માસ સોમનાથ તીર્થધામમાં પોતાના મધ્યમાં પહોચેલ છે, રાષ્ટ્રીય તીર્થમાં આધ્યાત્મ ભકિત સાથે રાષ્ટ્રભકિત ની ઝાંખીથી યાત્રીકો ધન્ય બનેલ હતા. શ્રાવણના ૭૩માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રો. જે.ડી. પરમાર સાહેબના  હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયેલ, જેમાં પોલીસ અધિકારીશ્રીઓ, સુરક્ષાકર્મીઓ, સોમનાથ ટ્રસ્ટના સીકયોરીટી ગાર્ડ, હોમગાર્ડ, એસઆરપી સહીત સૌ સુસજ્જ જવાનોએ ટ્રસ્ટીશ્રી પરમાર સાહેબે ધ્વજવંદન કરતા સૌ એ રાષ્ટ્રધ્વજને સલામી આપેલ. ભારતમાતા અને સરદારશ્રીને પુષ્પાંજલી આપવામાં આવી. આ પ્રસંગે સતશ્રી સ્વામીજી-સુરત, પ્રભાસ પાટણ તથા વેરાવળના અગ્રણીઓ જોડાયેલ હતા. આ પ્રસંગે પ્રાસંગીક ઉધ્બોધન આપતા ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર સાહેબે જણાવેલ કે, 'રાષ્ટ્રધ્વજ ને સલામીના ગૌરવ ની અનુભુતી ખુબ ગૌરવવાન હોય છે, ભારત દેશનું પ્રગતી માપદંડ હોય, તો એ સોમનાથ મંદિર છે. સરદારશ્રી સહિત સૌ મહાનુભાવોને યાદ કરેલ, સોમનાથ મંદિર અને ભારતદેશ સુવર્ણયુગ તરફ કરી રહેલ પ્રયાણ અંગે દેશવાસીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી. હરિતક્રાંતી અને શ્રેતક્રાંતી ને યાદ કરેલ. સ્વતંત્ર ની સમજુતી જણાવતા સૌ ને કહેલ કે, આપણુ તંત્ર છે, આપણે સ્વયં શિસ્તના આગ્રહી બનવા સંદેશ આપેલ' સ્વાતંત્રતા પર્વની સૌ ને શુભેચ્છાઓ આપી હતી.

(9:54 am IST)