Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

દ્વારકામાં જીલ્લા કક્ષાનાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીઃ કલેકટર ડો.નરેન્દ્ર કુમારે ધ્વજવંદન કર્યુ

દ્વારકાઃ દ્વારકાના સરકીટ હાઉસની પાછળના ગ્રાઉન્ડ પર આજે સવારે ૯.૦૦ વાગ્યે  દેવભૂમિ દ્વારકા જીલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ યોજાયો હતો. જીલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ ધ્વજવંદન કર્યુ હતું. જીલ્લા પોલીસ વડા રોહન આનંદ જીલ્લા વિકાસ અધીકારી તથા અધિકારી ગણ અને પદાધીકાર ગણ તથા પાલિકા પ્રમુખ જીતેષ માડેમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા યોગા પણ શાળાના વિદ્યાર્થીઓએ કર્યુ હતુ. તે વખતની તસ્વીરો.(તસ્વીર.વિનુભાઇ સામાણી દ્વારકા)

(9:53 am IST)