Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

હવે ભુજ તાલુકામાં તીડનું આક્રમણ: ખેડૂતોમાં પાકના રક્ષણની ચિંતા સાથે ભય

ઝુરા, સુમરાસર, લોરીયા વિસ્તારમાં રણ તીડે આક્રમણ કર્યું

ભુજ :  પાકિસ્તાનથી કચ્છમાં પ્રવેશેલા રણ તીડ લખપત, અબડાસા, નખત્રાણા, ખાવડા, ધોળાવીરા અને ખડીરમાં આક્રમણ કર્યા પછી હવે ભુજ તાલુકામાં પહોંચ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના ઝુરા, સુમરાસર, લોરીયા વિસ્તારમાં રણ તીડે આક્રમણ કર્યું છે. જેને પગલે ખેડૂતોમાં પાકના રક્ષણની ચિંતા સાથે ભય પણ છે.

(7:48 pm IST)