Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોનાના ફફડાટ પછી કચ્છમાં બહારથી આવતી લકઝરી બસો માટે નવી ગાઈડલાઈન

પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઊંચો ગયા પછી કચ્છના સોશ્યલ મીડીયામાં તંત્ર અને સરકારની આકરી ટીકા

ભુજ :  કચ્છમાં કોરોનાએ ઉપાડો લીધા પછી કલેકટરે મોડે મોડે ગઈકાલે જાહેરનામું બહાર પાડ્યું છે. હવે કચ્છમાં રાજ્ય અને જિલ્લા બહારથી પ્રવાસીઓને લઈ આવતા ખાનગી લક્ઝરી બસના ટ્રાવેલ્સ સંચાલકોએ પ્રવાસીઓનું નામ, મોબાઈલ નંબર, ક્યાંથી આવ્યા અને ક્યાં ઉતર્યા તે વિશેની સંપૂર્ણ વિગતો એક ફોર્મમાં ભરીને આ માહિતી જિલ્લા આરટીઓ કચેરી ભુજમાં આપવી પડશે. બસને ફરજિયાત સેનીટાઈઝ કરવી પડશે, બસમાં ૬૦ % જ  પ્રવાસીઓને લઈ જઇ શકાશે. આ અંગે જિલ્લા આરટીઓ અધિકારી નોડલ ઓફિસર તરીકે કામગીરી બજાવશે.
  જોકે, કચ્છમાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં વધ્યા પછી અને મોતનો આંકડો પણ ઊંચો ગયા પછી સોશ્યલ મીડીયામાં લોકો દ્વારા તંત્ર અને સરકારની થઈ રહેલી આકરી ટીકાને પગલે કચ્છમાં મોડે મોડે તંત્ર જાગ્યું છે.  મુંબઈ, સુરત, અમદાવાદથી દરરોજ અનેક પ્રવાસીઓની બેરોકટોક આવજાવ પછી હવે તંત્રએ બહાર પાડ્યું જાહેરનામુ છે. હવે આ જાહેરનામાનો અમલ યોગ્ય રીતે થાય તે જરૂરી છે.

(1:35 pm IST)