Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પોરબંદરમાં કોરોનાના વધુ ર પોઝીટીવ કેસ

નેવી જવાનના કોરોના શંકાસ્પદ કેસને ફરી ચકાસણી માટે મોકલ્યો

પોરબંદર, તા., ૧૬: સિવિલ હોસ્પીટલમાં કોરોનાના વધુ ર પોઝીટીવ કેસ આવતા અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૩૧ પહોંચી છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ સી.એચ.સી. સેન્ટરના ૪૭ વર્ષીય નર્સ તેમજ દેગામના આરોગ્ય કાર્યકર બન્નેનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા પોરબંદર સિવિલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલુ કરાય છે.

ગઇકાલે કોરોના શંકાસ્પદના ૭૮ કેસ આવેલ જેમાં ર કેસ પોઝીટીવ રીપોર્ટ આવેલ તેમજ એક નેવી જવાનના કોરોના શંકાસ્પદ જણાતા ફરીથી રીપોર્ટ કરાવવા જામનગર મોકલેલ છે. ૭૮ શંકાસ્પદ કેસમાંથી ૭૫ કેસનો નેગેટીવ રીપોર્ટ આવેલ છે.

(12:56 pm IST)