Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા છ કેળવણી નિરિક્ષકની આંતરિક બદલી તો એક શિક્ષકને સજા

મોરબી, તા. ૧૬ : મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક દ્વારા મોરબી જીલ્લામાં ફરજ બજાવતા છ નિરિક્ષકોની આંતરિક બદલી કરવામાં આવી છે તો થોડા સમય આગાઉ સરકાર વિરુદ્ઘ સોસીયલ મીડિયામાં પોસ્ટ કરનાર એક શિક્ષકને સજા ફટકારવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ દ્વારા છ કેળવણી નિરિક્ષકની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં મોરબી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચંદ્રકાંત સી. કાવરની બદલી વાંકાનેર તાલુકાના કેળવણી નિરીક્ષક-શિક્ષણ, મોરબી કેળવણી નિરિક્ષક-શિક્ષણ જિજ્ઞેશભાઈ જી. વોરાની બદલી નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે, ટંકારા તાલુકાના કેળવણી નિરિક્ષક-શિક્ષણ દીપાબેન બોડાની બદલી માળિયા તાલુકામાં કેળવણી નિરક્ષણ-શિક્ષણ તરીકે, વાંકાનેર તાલુકાના કેળવણી નિરિક્ષક-શિક્ષણ દીનેશભાઈ આર. ગરચરની બદલી બીટ-૧ મોરબી તાલુકામાં કેળવણી નિરક્ષણ-શિક્ષણ,મોરબી તાલુકાના કેળવણી નિરિક્ષક-શિક્ષણ બીટ-૨દ્ગક્ન શર્મિલાબેન બી હુંબલની બદલી કેળવણી નિરક્ષણ-શિક્ષણ બીટ-૩ મોરબી તાલુકા અને માળિયા તાલુકાના કેળવણી નિરિક્ષક-શિક્ષણ જીજ્ઞાબેન ડી. અમૃતિયાની બદલી કેળવણી નિરક્ષણ-શિક્ષણ ટંકારા તાલુકામાં કરવામાં આવી છે.

તો મોરબી જીલ્લાના ઢવાણા ગામના શિક્ષકે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વિરૂધ્ધમાં થોડા સમય પહેલા સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકી હતી અને તેને ફેઇસબુકમાં પોતાનો હોદો એસઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યો હતો જેથી તેની સામે ગાંધીનગરમાં ગુનો નોંધાયો છે દરમ્યાન જીગ્નેશ વાઢેર નામના નવા ઢવાણા ગામના શિક્ષકને ડીપીઈઓ મયુરભાઇ પારેખ દ્વારા ફરજ મોકુફ કરવાનો હુકમ કરવમાં આવ્યો હતો તે સમયે આ કેસની તપાસ કરવા માટે એક ટીમની પણ રચના કરવામાં આવી હતી જે ટીમનો ફાઈનલ રીપોર્ટ આવી ગયો હતો જેમાં આ શિક્ષકે લેખિતમાં તેના દ્વારા કરવામાં આવેલ ભૂલની માફી માંગવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ તેના દ્વારા નહિ કરવામાં આવે તેવી તેને લેખિતમાં બાહેંધરી આપી હતી જેથી ડીપીઈઓ મયુરભાઇ પારેખ દ્વારા નવા ઢવાણા ગામના શિક્ષક જીગ્નેશ એચ.વાઢેરની દાહોદ જીલ્લામાં બદલી કરવામાં આવી છે જેથી મોરબી જીલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

(12:55 pm IST)