Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અનલોક-૧ અને ર દરમ્યાન ભાવનગર રેન્જ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકોને રૂ.૧ કરોડ ૩૮ લાખનો દંડ

ભાવનગર તા. ૧૬ : ભારત સરકાર દ્વારા તા.૧/૬/ર૦ર૦ થી ૩૦/૬/ર૦ર૦ સુધી અનલોક-૧ તથા તા. ૧/૭/ર૦ર૦ થી તા. ૩૧/૭/ર૦ર૦ સુધી અનલોક-ર જાહેર કરવામાં આવેલ અનલોકો-૧ તથા રમાં લોકોએ પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે કઇ-કઇ તકેદારી રાખવી જોઇએ તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન નિદિૃષ્ટ કરવામાં આવેલ છે. તેમ છતાં અમુક લોકો દ્વારા અનલોક-૧ તથા ર નો ભંગ કરતા જણાઇ આવતા ભાવનગર રેન્જ પોલીસ દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.માસ્કના કેસો (દંડ) ભાવનગર રેન્જમાં માસ્ક ન પહેરનાર ૬૯,૪૪૭ કેસો કરી રૂ.૧,૩૮,૮૯,૪૦૦ નો દંડ કરવામાં આવેલ છે(ભાવનગર કેસ ૩૪૦૪૦ દંડ -૬,૮,૦૮,૮૦૦ અમરેલી કેસ-ર૪૪પ૬ દંડ-૪૮,૯૧,ર૦૦ બોટાદ કેસ-૧૦૯પ૧ દંડ-ર૧,૯૦,ર૦૦)

IPC ૧૮૮, ર૬૯, ર૭૦, ર૭૧ અને The Epidemic Disease Act.૨૦૦૫ ભાવગનર રેન્જમાં IPC ૧૮૮, ર૬૯, ર૭૦, ર૭૧ અને The Epidemic Disease Act.૨૦૦૫ ભાવનગર રેન્જમાં IPC ૧૮૮, ર૬૯, ર૭૦, ર૭૧ અને The Epidemic Disease Act.૨૦૦૫ મુજબ કુલ ૧૧૩ર ગુન્હા દાખલ કરવામાં આવેલ છે જેમાં ભાવનગરમાં જિલ્લામાં ૩૯પ કેસ, અમરેલી જિલ્લામાં પપ૪ કેસ તથા બોટાદ જિલ્લામાં ૧૮૩ કેસ કરવામાં આવેલ છે.

MYACT-૨૦૭ એમ.વી.એકટ-ર૦૭ મુજબ ૧પર૦ વાહનો ડીટેઇન કરવામાં આવેલ  છે જેમાં ભાવનગર જિલ્લામાં પ૪૭ વાહનો, અમરેલી જિલ્લામાં ૬૪૭ વાહનો તથા બોટાદ જિલ્લામાં ૩ર૬ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.(

(11:51 am IST)