Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જામજોધપુરની ઉમીયા સોસાયટીના રહેણાંક મકાનમાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ

અનેક પ્રતિષ્ઠિત પરિવારની મહિલાઓ પણ બેધડક જુગાર રમતા'તા

જામજોધપુર તા. ૧૬: અહિંની પોશ એરીયામાં ગણાતી ઉમીયા સોસાયટીના એક રહેણાંક મકાન ઉપર પોલીસે દરોડો પાડી અનેક પ્રતિષ્ઠીત પરિવારના બહેનોને પકડી પાડતા સોસાયટીના રહીશોમાં સોપો પડી ગયો હતો.

જામજોધપુરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસે દારૂ-જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ પર ધોસ બોલાવતા ગેરકાયદે દારૂ વેચાણ કરવા કે પછી જુગારના અડ્ડા ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ઉમીયા સોસાયટીમાં દરોડા બાદ શ્રીમંત પરિવારના બહેનો પણ ઝડપાતા એક સમયે પોલીસ પર ભલામણોના ફોન રણકી ઉઠયા હતા પરંતુ પોલીસે મચક ન આપીને કાયદેસરનીજ કાર્યવાહી કરી હતી.

ઉમીયા સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા હેડ કોન્સ. અનોપસિંહ, ભીખુભા જાડેજા, પો. કોન્સ. ભગીરથસિંહ જાડેજા, મહિલા કોન્સ. મેન્સીબેન અગ્રાવત, મંજુબેન અને તેમની ટીમે દરોડો પાડયો હતો.

આ દરોડા દરમિયાન ગુલશનબાનું અલ્નુરઅલી જશાણી તેમના અંગત ફાયદા માટે પોતાના ઘરમાં જુગાર રમાડી નાલ ઉઘરાવતી હોય પોલીસે સ્થળ પરથી નાનજીભાઇ રવજીભાઇ ભેસદડીયા, જીજ્ઞાશાબેન વિમરગામી, રીમાબેન પરમાર, વનીતાબેન ભેસદડીયા, સંગીતાબેન વરાણીયા, બુધીબેન ઓઘડભાઇ રાઠોડ, ગીતાબેન વિનોદભાઇ કવૈયા રહે. બન્ને જામજોધપુરની ધરપકડ કરી ૪ મોબાઇલ તથા રોકડ રકમ મળી કુલ રૂ. પ૯૯૬૦ મુદ્દામાલ કબ્જે કરેલ છે.

(11:50 am IST)