Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ધોરાજીનો ભાદર-ર ડેમ ઓવરફલોઃ ર પાટીયા ૧ ફુટ ખોલાયા

ધોરાજી : ભુખી ગામ પાસે આવેલ ભાદર-ર ડેમ ઉપરવાસનો સારા વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થતા રાત્રે આઠ વાગે ર પાટીયા સવા ફુટ ખોલેલ હતા અને આજે સવારે પાણીની આવક ઓછી થતા ર પાટીયા ૧ ફુટે કરેલ હતા અને  ભાદર-ર ના પાટીયા ખોલતાની સાથે ભાદર નદીમાં પુર આવેલ હતું. આ તકે તંત્ર દ્વારા ભાદર નદીના કાંઠના વિસ્તારોમાં આવતા અને નદીમાંથી પસાર થતા રસ્તાઓ પર અવર જવર ન કરવા સુચનાઓ આપેલ છે. અને ધોરાજી ઉપલેટા માણાવદર, કુતીયાણા, પોરબંદર સહિતના ભાદર નદીના કાંઠા વિસ્તારોમાં આવેલ ગામોને એલર્ટ કરાય છે. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા)

(11:42 am IST)