Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

શાપર વેરાવળ પોલીસે ગેરકાયદે હથીયાર સાથે એક શખ્સને ઝડપ્યો

રાજકોટ, તા. ૧૬ : એસઓજી રાજકોટ બ્રાંચના પોલીસ જવાનોએ બાતમીના આધારે શાપર વેરાવળમાંથી પેટ્રોલીંગ દરમિયાન શાપર-વેરાવળમાં રહેતા સંતોષ પરબતભાઇ યાદવને ગેરકાયદે દેશી બનાવટની પીસ્તોલ કિ.રૂ.૧૦૦૦૦ સાથે ઝડપી લીધો છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી પોલીસ ઇન્સ. ગોહિલ તથા એમડી. હીંગરોજાના ર્માદર્શન હેઠળ પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી, એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા પરવેઝભાઇ સમા, હેડ કોન્સ. જયવીરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, અમિતભાઇ કનેરીયા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પોલીસ કોન્સ. રણજીતભાઇ ધાધલ તથા પો.કોન્સ. સાહિલભાઇએ બજાવી હતી.

(11:41 am IST)