Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

માણાવદરના સણોસરાનું ૩ વર્ષથી ફરાર દંપતિ ઝડપાયું: જમાઇની ઓળખાણ આપી મહેમાન બન્યા ને પાટીયાળી ગામે ચોરી કરી ચાલ્યા ગયેલ

રાજકોટ,તા. ૧૬: રેન્જમાં અલગ -અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ દ્વારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે. અને તે સ્કવોડના પો.સ.ઇ જે.એસ.ડેલા સુચના કરેલ જે અન્વયે પો.સ.ઇ તથા સ્કવોડના કરશનભાઇ કલોતરા ,રૂપકભાઇ બહોરા તથા ડો. સમીરભાઇ મુલીયાણાનાઓએ ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારના પાટીવાળી ગામે ત્રણ વર્ષ પહેલા ફરીયાદીના જમાઇની ઓળખાણે મહેમાન બની આવેલ હતા. અને ત્યારે સોનાનો હાર વિ. વસ્તુની ઘરમાંથી ચોરી કરેલ હતી.

મજકરુ બંને આરોપી (૧) હેમાંગ અમૃતલાલ આરદેસાણા તથા (૨) બીનાબેન હેમાંગ આરદેસણા રહે બંને સણોસરા તા. માણાવદર વાળા અગાઉ અમદાવાદ સાણંદ ખાતે રહેતા હોય અને આરોપી નં (૨)નાએ અગાઉ લગ્ન  કરેલ તેને ત્રણ સંતાનો હોય જ્યાં મજકુર આરોપી નં. (૧) સાથે આંખ મળી જતા બંને નાશી ગયેલ અને હિંમતનગર, મોરબી વિ. વિસ્તારોમાં રહેતા હતા.

મજકુર આરોપીઓ હાલ પોતાના મુળ ગામ સણોસરાની સીમમાં હોવાની હકીકત મળતા અને તેઓ પાણીની નહેર ભરેલ હોય તેમાં પગપાળા ચાલી ત્યાં જઇ ત્યાંથી પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટેને સોંપી આપવામાં આવેલ છે. 

(11:40 am IST)