Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભુજમાં વકીલની કારમાંથી ૫૦ હજારની ચોરી તો બાઇકસવારને યુવક - યુવતીએ છરીની અણીએ લૂંટયો

ભુજ તા. ૧૬ : ભુજના ભાવેશ્વરનગરમાં રહેતા વકીલ ભાર્ગવ શશીકાંત સાતુંડાએ પોતાના ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી રોકડ રકમ ચોરાઈ ગઈ હતી.ઙ્ગ

આ અંગે કરાયેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર વકીલ કાર પાર્ક કર્યા બાદ કોઈનો ફોન આવતાં લોક કર્યા વગર જ નીકળી ગયા હતા. બાદમાં કારનો દરવાજો ખોલી અંદર રાખેલ ડીકીમાંથી કોઈ અજાણ્યો શખ્સઙ્ગ અંદર રહેલા ૪૯ હજાર ૫૦૦ રૂપિયાની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયો હતો.

બીજા બનાવમાં ભુજીયા રિંગ રોડ ઉપર બાઇક સાથે જઈ રહેલા માધાપરના જીતુ દશરથ કુશવાહા નામના યુવાનને અટકાવીને રૂબીના મીયાણા તેમ જ સાહિલ નામના યુવાને બાઇક અને ૫ હજાર રૂપિયા લૂંટી લીધા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી અને યુવક બાઇક, રોકડ લૂંટીને પલાયન થઈ ગયા હતા.(

(11:35 am IST)