Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

થાનગઢ ગણાય છે સિરામીકનું હબ પરંતુ રસ્તા પ્રશ્ન અસંતોષની ચરમસીમા

ધોળેશ્વર ફાટકથી સુર્યાચોકનો રસ્તો ભલભલાના કેડના મણકા તોડી નાખે તેવો બિસ્માર : આવી જ હાલત છે ચોટીલા નેશનલ હાઇવેઃ મસમોટા ગાબડાઓ ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જે છે

ચોટીલાઃ સિરામીકનું હબ ગણાતા થાનગઢ બાયપાસના રસ્તા પર પડેલા મસમોટા ગાબડા પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. જ્યારે બીજી તસ્વીરમાં ચોટીલા નેશનલ હાઇ-વે પર મોતાના મુખ સમાન મોટો ખાડો નજરે પડે છે અને આવા રસ્તા પરથી ના છુટકે ટ્રકોને પસાર થવું પડે છે. (તસ્વીરઃ જીજ્ઞેશ શાહ.ચોટીલા)

ચોટીલા તા.૧૬: સુરેન્દ્રનગર જીલ્લાનાં સિરામિકસ નગરી થાનગઢમાં ધોળેશ્વર ફાટક થી સુર્યાચોક સુધી નો બાયપાસ રોડની સમસ્યા થી નગરજનો ત્રસ્ત થઈ ઉઠયા છે. અને વહેલી તકે નિરાકરણ લાવવા રજુઆત કરાઇ રહી છે.

થાનગઢ સિરામિકસ કન્ટેનરો અને અનેક વાહનોની મુખ્ય અવર જવર આ બાયપાસ રોડ ઉપર છે જે મુખ્ય રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે આવા મસમોટા ખાડામાં વરસાદને કારણે ચોમાસામાં જાણે નદી ઉભરાઈ હોય તેમ પાણી ભરાય જાય છે.મોટા ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોને અકસ્માત અને જાનહાનિ થવાનો ભય રહે છે.સિરામિક ઉદ્યોગમાંથી માલસામાન હેરફેર કરનારાઓને મુશ્કેલી અને નુકશાન ભોગવું પડી રહ્યુંછે.

ઉપરાંત પાણીનાં ખાડાઓ ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે અને રોગચાળો ફેલાવાની પણ સંભાવના રહે છે.ઙ્ગ છેલ્લા ઘણા વર્ષોથી કાયમી સમસ્યા સમાન બનેલ આ રસ્તાની અનેક વાર રજૂઆત કરવા છતાં દ્વારા કાઈ ધ્યાનમાં લેવાતું નથી.

જોકે થાનગઢનાં સત્ત્।ાધીશો જાગૃત છે છતા કયારે પગલાં લેવાશે તેની સિરામિક ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

ચોટીલા નેશનલ હાઇવેની પણ આવી જ દશા !!

ચોટીલા નેશનલ હાઇવે ઉપર અનેક ઠેકાણે ડામર ઉખેડીને ગાબડાઓ પડવા થી ખાડા મોતનાં મુખસમાન બનેલ છે. અને અકસ્માત સર્જે છે. લોકો હાઇવે રોડની નબળી ગુણવત્ત્।ાનો ભોગ સામાન્ય નાગરિક બનતો હોવાની રાવ સાથે કાયમી ઉકેલ લાવવા રજુઆત કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર ગુજરાતને રોડ રસ્તાથીઙ્ગ જોડતા નેશનલ હાઇવે ચોટીલા ચામુંડાધામ માંથી પસાર થાય છે. અને આ નેશનલ હાઈવે ઉપર દ્યણા સમય થી ગાબડાઓ પડવાની જાણે ફેશન બની ગઈ છે લોકો કહે છે ડામરની નબળી ગુણવત્ત્।ાને કારણે આ કાયમી બનેલ છે

ચોટીલા હાઇવે અનેક ઠેકાણે વરસાદનાં બે છાંટા પડે એટલે નેશનલ હાઈવે ઉપર મસમોટા ગાબડા પડવાના શરૂ થઈ જાય છે જેમા ખાસ કરીને આણંદપુર ચોકડી, પેટ્રોલ પંપ, કનૈયા ચોકડીના ખાડાઓ અકસ્માત સર્જી રહ્યા છે.

ચોટીલા હાઇવે ઉપર કાયમી જોખમી બનેલ ખાડાઓને કારણે નાના મોટા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનેલ છે. છતા નેશનલ હાઈવેને આ ખાડાઓ દેખાતા નથી.

આ ખાડાઓ પાછળ થીગડા કૌભાંડ?

ચોટીલાઃનેશનલ હાઇવે ઉપર કોઇપણ જગ્યાએ ગાબડા પડે તેની પાછળ મુખ્યત્વે નબળી ગુણવત્ત્।ા વાળો ડામર હોય તો આવુ બની શકે એટલે જે તે સમયે કામ કરનાર કંપની જવાબદાર ગણાય પરંતુ કોન્ટ્રાકટમાં અમુક વર્ષો સુધી જ આવી મરામત કંપનીને કરવાની હોય છે. પરંતુ ત્યારબાદ આવા ગાબડાઓ બુરવા ડીપાર્ટમેન્ટ વર્ક કરતુ હોય છે અને કહેવાય છે આ બુરવામાં પણ મલાઇ તરવાતી હોય છે ત્યારે સરકારે આવા થીગડા બુરવામાં કૌભાંડ ચાલે છે કે કેમ તે અંગે પણ તપાસ કરવી જોઈએ.

લોકો કહે છે ચોમાસામાં થીગડા બુરવાનું શરૂ રહે છે તેના બદલે ચોટીલા હાઇવે ઉપર જયાં આ તકલીફ કાયમી બનેલ છે ત્યાં આગળ એટલો ભાગ નવો બનાવી કાયમી અકસ્માત સર્જતા ખાડાઓનો કાયમી ઉકેલ લાવવો જોઇએ. તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

(11:34 am IST)