Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભાવનગરમાં હવે પીક-અપ પોઇન્ટ પરથી પણ થર્મલ ગન સ્ક્રીનીંગ કરી મુસાફરોને બેસાડાશે

ભાવનગર,તા.૧૬:ઙ્ગહાલ કોવિડ-૧૯ સંદર્ભે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના આદેશ મુજબ એસ.ટી.નિગમની બસોમા પણ મુસાફરોને બેસાડતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હાથ સેનેટરાઈઝ કરવામા આવે છે. હાલમા ૮ ડેપો અને ૪ કંટ્રોલ પોઈન્ટ તેમજ ભાવનગર શહેરના વડલા, નારી ચોકડી, સંસ્કાર મંડળ, તળાજા જકાતનાકા, તળાજા શહેરના પાલીતાણા ચોકડી, ત્રાપજ, મહુવા સીટીના વડલી ચોકડી, નેસવડ ચોકડી, પાલીતાણા શહેરના ગારીયાધાર રોડ, સોનગઢ, ગઢડા શહેરના ગઢડા હાઈસ્કુલ, ઢસા રોડ ચોકડી, બોટાદ સીટીના જયોતીગ્રામ સર્કલ, પાળીયાદ, બરવાળા શહેરના નાવડા ચોકડી અને સાળંગપુર એમ મળી કુલ ૧૭ પીકઅપ પોઈન્ટ પર થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરી મુસાફરોને બેસાડવાની સુવિધા શરૂ કરવામાં આવેલ છે જેનાં કારણે હવે પીક-અપ પોઈન્ટ ખાતેથી મુસાફરી કરતાં લોકોની પરિવહન તેમજ આરોગ્ય સંબંધી સુવિધામાં વધારો થશે.

હાલ એસ.ટી. વિભાગ ભાવનગરને નવા ૪૦ થર્મલ ગન મળતા નવા ૧૨ પીકઅપ પોઈન્ટ અને ૨૮ રૂટોની બસમા કંડકટરોને પણ થર્મલ ગન આપવામા આવશે. જેથી એસ.ટી.નિગમની બસોમા ગ્રામ્ય વિસ્તારમાથી મુસાફરી કરતા મુસાફરોને પણ સુવિધા મળશે. જેમા ભાવનગરના પ્રેસ કવાર્ટર, ટોપ થ્રી, દ્યોદ્યા સર્કલ, તળાજાના પાલીતાણા ચોકડી, પાલીતાણાના હૈદરસા દરગાહ, તળેટી, ગારીયાધારના વર્કશોપ રોડ, સણોસરા, પરવડી, ગઢડાના ઢસા કં.પો. અને ઢસા ચોકડી પીકઅપ પોઈન્ટ તેમજ ભાવનગર-ટીંબાળા, ભાવનગર-જસપરા, ભાવનગર-કળકોટ, ભાવનગર-પાંડવરા, ભાવનગર-મોટીધરાઈ, તળાજા-જુનાગઢ, તળાજા-દાહોદ, મહુવા-ભાવનગર વાયા ટાણાવરલ, મહુવા-જેસર, મહુવા-સેદરડા, મહુવા-પાલીતાણા-ભાવનગર, મહુવા-ભાવનગર, પાલીતાણા-તુલસીશ્યામ, પાલીતાણા-જેસર, પાલીતાણા-સાવરકુંડલા, ગારીયાધાર-છોડાઉદયપુર, ગારીયાધાર-જામ જોધપુર, ગારીયાધાર-ભાવનગર, ગારીયાધાર-રાજકોટ, ગઢડા-જસદણ, ગઢડા-ભાવનગર, બોટાદ-સુરેન્દ્રનગર, બોટાદ-રાજકોટ, બરવાળા-મહુવા અને બરવાળા-રાજુલા રૂટની બસોના કંડકટરોને પણ થર્મલ ગન આપવામા આવશે.(

(11:30 am IST)