Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભાંખ ગામે આઠ ઇંચ: ખેતરોમાં પાણી ભરાયા

ઉપલેટા,તા.૧૬: ઉપલેટા તાલુકાના ગધેથડ ગાયત્રી આશ્રમ પાસે આવેલ વેણુ-૨ ડેમ ઓવરફ્લો થઈ ગયા બાદ ફરીથી ઉપરવાસમાં પડેલ વરસાદના લીધે ડેમના ૫ દરવાજા ૬ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. તેમજ ઉપલેટા તાલુકાના સૌથી મોટો એવો મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનેઙ્ગ પગલે ડેમના ૧૨ દરવાજા ૬ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. તેમજ ડેમની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ માત્ર બે ચાર કલાકમાં જ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ વરસી જતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયુ છે. ભાંખ ગામના ખેડૂત ધીરૂભાઈ માકડિયાએ જણાવેલ હતું કે ભાંખ ગામમાં ૮ ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી પાણી થઇ ગયા હતા અને આ પાણી ભરાઈ જવાના લીધે વાવેતર કરેલ પાક પણ નિષ્ફળ જવાની શકયતા છે.

(11:26 am IST)