Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભાવનગર ગંગાજળીયા પોલીસને સફળતા : લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને મુદામાલ સાથે દબોચી લીધા

ભાવનગર :ભાવનગર ગંગાજળીયાપોલીસને સફળતા સાંપડી છે લૂંટના ગુન્હામાં ત્રણ શખ્સોને ઝડપી લઈને મુદામાલ કબ્જે કર્યો છે  ભાવનગર ગંગાજળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૬૦/૧૮ ઇ.પી.કો.ક. ૩૯૨, ૩૯૪, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો લુંટનો અનડીટેકટ ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હો ડીટેકટ કરવા પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ. ઠાકરએ લુંટનો ગુન્હાનો ભેદ ઉકેલવા સખત સુચના કરેલ હોય, જેથી પોલીસ ઇન્સ. કે.સી.ઝાલની સુચના મુજબ પો.સ.ઇ.એમ.એચ. વઢેળ તથા ડી.સ્ટાફના માણસો સાથે ગંગાજળીયા પો.સ્ટે. વિસ્તારમાં અગાઉ મિલ્કત  વિરૂધ્ધના ગુન્હામાં પકડાયેલ શકદારોને તપાસમાં હતા
   દરમ્યાન  હલુરીયા ચોકમાં બાતમી આધારે એક શંકાસ્પદ રિક્ષામાં ત્રણ ઇસમો નીકળતા તેઓની પુછપરછમાં ગઇકાલે ગંગાજળીયા તળાવમાં રિક્ષામાં બેસાડી ત્રણ ઇસમોને રોકડા રૂપિયા ૫૭૦૦ તથા મોબાઇલ ફોન –ર કિ ૫૫૦૦ મળી કુલ ૧૧૨૦૦ના મુદામાલની છરી બતાવી લુંટ કરી લઇ ગયેલાની કબુલાત આપતા  શૈલેષભાઇ ઉૃફે બાદશાહ મનસુખભાઇ પરમાર(રહે. સરીતા સોસાયટી ભાવનગર) તથા તેની સાથેના બીજા બે સગીર તથા અન્ય આરોપી શાહરૂખ નામનો છોકરા મળી ચારેય જણાએ લુંટ કરેલ હોય જેથી પકડાયેલ આરોપી પાસેથી લુંટનો મુદામાલ પૈકી રોકડા ૩૬૦૦ તથા મોબાઇલ- ર કિ.૫૫૦૦/- તથા અંગઝડતીમાંથી મો.ફોન -૩ કિ.૬૦૦૦/- તથા ગુન્હામાં ઉપયોગ કરેલ રિક્ષા નં. જીજે-૪-ડબલ્યુ -૩૮૨૭ કિ.૧,૦૦,૦૦૦ મળી કુલ ૧૧૫૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ઘોરણસરની કાર્યવાહી કરેલ છે. 

 

સમગ્ર કામગીરીમાં ગંગાજળીયા પો.સ્ટે.ના પો.ઇન્સ્. કે.સી.ઝાલા તથા પો.સ.ઇ.એમ.એચ. વઢેળ તથા રાયટર અરવિંદસિંહ ગોહિલ તથા ડી.સ્ટાફના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, જનકસિંહ બોરાણા,સુખાભાઇ ચાવડા,  કમલેશદાન ગઢવી, પો.કોન્સ. દશરથસિંહ ગોહિલ, હિરેનભાઇ  મકવાણા, મનદિપસિંહ ગોહિલ તથા યુવરાજસિંહ, દિલીપભાઇ સહિતનાસ્ટાફે ઉપરોકત વણશોધાયેલ ગુન્હો  શોધી કાઢવામાં સફળતા મળેલ છે.   

(9:32 pm IST)