Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગોંડલના અનિડા ભાલોડી ગ્રામ પંચાયતના સરપંચ સહીત સામુહિક રાજીનામાં

સરપંચનું રાજીનામુ મંજુર :આઠમાંથી છ સભ્યોએ રાજીનામાં અપાતા ચકચાર :તાલુકાના રાજકારણમાં ગરમાવો

ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગ્રામ પંચાયતમાં સરપંચ-સભ્યો સહિત લોકોના સામુહિક રાજીનામાં આપી દીધા છે ગ્રામ પંચાયતના સતાધારી સરપંચ રવિકાંત લાલજીભાઈ ભાલોડીએ પંચાયતના ઉપસરપંચ સહિતના 6 સભ્યોના રાજીનામાંઓ મંજૂર કર્યા બાદ તેમણે તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું સુપરત કર્યું હતું

   સરપંચે ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરેલ રાજીનામું મંજૂર થયું છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના કુલ-8 સભ્યોમાંથી 6 વ્યક્તિઓએ રાજીનામાં આપતા ચકચાર જાગી છે

   ગ્રામ પંચાયતના ચકચારી રાજીનામાં પ્રકરણમાં તાલુકા પંચાયતના સતાધીશ કારણભૂત હોવાનો સરપંચની વાતચીતનો ઓડીયો સોશીયલ મિડિયામાં વાયરલ થતાં ગોંડલ તાલુકાનું રાજકારણમાં ગરમાવો આવ્યો છે

(8:48 pm IST)