Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગોંડલમાં ફિલ્મ 'રો'નું શુટીંગ... જહોન અબ્રાહમની ઝલક નહાળવા ચાહકો ઉત્સુક

 ગોંડલ : અહીયા હિન્દી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર (રો)નું શુટીંગ પેલેસમાં આજે બપોર પછીથી શરૂ થયું છે... જયાં પેલેસની સાથે સાથે રિવર સાઇડ ઉપર પણ શુટીંગ થનાર હોવાનું કહેવાય છે. પેલેસમાં ચેક પોસ્ટ, જૂનુ બુલેટ અને જૂની જીપ રાખવા સાથે એડ પણ ઉભો કરાયો છે. જહોન અબ્રાહમ અને જેકી શ્રોફ સહિતના દિગ્ગજ  કલાકારો સિનેમાના પરદે જોવા મળવાના છે.... આજે જહોન આવી ચૂકયો હોવાની વાય વાયુવેગે પ્રસરવા લાગતા માનીતા કલાકારની એક ઝલક જોવા માટે ચાહકો ઉત્સાહીત છે. તસ્વીરોમાં પેલેસની અંદર ઉભો કરાયેલો ફિલ્મનો સેડ દર્શાય છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ) (પ-૧૯)

(12:09 pm IST)