Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

જેતપુરઃ ખેડૂતોના મુદે લડતની ચિમકી

નવાગઢઃ ગુજરાતના ખેડૂતોના કોઈપણ મુદ્દા હોઈ હવે ખેડૂત અગ્રણીઓના દરેક સંગઠનોને સાથે રાખીને લડત કરવામાં આવશે. ખેડૂતોના જે સળગતા પ્રશ્નો છે તેના માટે પાલભાઈ આંબલીયા, નાગજીભાઈ ભાયાણી, અતુલભાઈ કમાણી, ચેતનભાઈ ગાઢિયા, ગિરધરભાઈ વાઘેલા, ડાયાભાઇ પટેલ, અતુલભાઈ ગોંડલિયા જેવા ખેડૂત અગ્રણીઓ એક મંચ ઉપર ભેગા થઈને લડાઈ કરશે. તેવી યાદી ખેડુતો મુદે ચેતન ગઢીયા એ આપી હતી.(તસ્વીર.અહેવાલઃ નિતીન વસાણી.નવાગઢ)

(1:34 pm IST)
  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • વડાપ્રધાને તમને કહેલ કે તેઓ પોતે તમારા બધાના ખાતામાં ૧૫ લાખ નાખશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે તે ચૂંટણી જુમલો હતોઃ શું તમે ફરીથી તેઓ ઉપર ભરોસો કરશો?: પ્રિયંકા તુટી પડયા : ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 4:33 pm IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST