Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ભાવનગર જિલ્લામાં ચોમાસા પહેલા તકેદારી માટે આગોતરા આયોજન માટે તાકિદની બેઠક મળી

ભાવનગર તા.૧૬ : કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પ્રિમોન્સુન અંગે કરવાની થતી કામગીરી બાબતે જિલ્લાકક્ષાની બેઠકનુ આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાના વિવિધ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસામાં જાનમાલના નુકશાનને અટકાવી શકાય તે હેતુથી આગોતરૂ આયોજન હાથ ધરાયુ હતુ. જે અંગે વિવિધ ખાતાના અધિકારીઓને કલેકટરશ્રી હર્ષદ પટેલ દ્વારા જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન અપાયુ હતુ.

આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય તે માટે વહેણના બ્લોકેજ દૂર કરવા જર્જરીત મકાનો રીપેરીંગ કરવા, જોખમી વૃક્ષો દૂર કરવા, રોડ રસ્તાઓ, પુલો અંડર પાસ તેમજ વિજ થાંભલાઓ રીપેરીંગ  કરવા અથવા દૂર કરવા રીલીફ અને રેસ્કયુ ટીમની રચના કરવી. ડેમોની યોગ્ય ચકાસણી તેમજ મરામત કરવી. નિચાણવાળા વિસ્તારો તેમજ જયાં પાણી ભરાવાની શકયતા છે તેવા ગામોમાં લોકોનુ હંગામી સ્થળાંતર કરાવવુ પરિવહનની યોગ્ય વ્યવસ્થા કરવી દવા તેમજ રસીનો યોગ્ય અનામત જથ્થો રાખવો. જિલ્લાની તમામ કચેરીઓએ જીએસડબલ્યુએએન નેટવર્ક સાથે જોડાઇ જવુ વગેરે મુદ્દા ઉપર ભાર આપીને તાકિદે આ દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત તમામ અધિકારીઓને સુચના આપી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી ઉમેશ વ્યાસ દ્વારા વિવિધ ખાતાઓ દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સુન કામગીરી અંગેના પ્રિપ્લાનની માહિતી મેળવી હતી. તેમજ કરવાના રહેતા બાકી કામો સત્વરે પુર્ણ કરવા સુચના આપી હતી. વધુમાં તંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે ૨૪ કલાક કાર્યરત એવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલની રચના કરાઇ હતી. જેના ફોન નં. ૦૨૭૮ - ૨૫૨૧૫૫૪ છે કોઇપણ નાગરીક કુદરતી આપદા વખતે ઉપરોકત નંબર થકી તત્કાલ મદદ મેળવી શકે છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, કોર્પોરેશન, ન.પા.ઓ, નર્મદા અને કલ્પસર વિભાગ, પોલીસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ માર્ગ અને મકાન વિભાગ, માહિતી વિભાગ,  સ્વાસ્થ્યમાહિતી વિભાગ, ખેતીવાડી માહિતી વિભાગ, શિક્ષણ માહિતી વિભાગ, પીજીવીસીએલ પશુપાલનમાહિતી વિભાગ, વન અને પર્યાવરણ માહિતી વિભાગ, મત્સ્યોદ્યોગ અને બંદર માહિતી વિભાગ, રેલ્વે આરટીઓ એરપોર્ટ ઓથોરીટી વગેરે જેવા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:48 am IST)
  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નવું પૂતળું બનાવી આપવાની નરેન્દ્રભાઇની જાહેરાત મમતાએ ફગાવી દીધી : અમારે કોઇ મદદ જોઇતી નથી : તમે (ભાજપ) લોકોએ જ પૂતળું તોડ્યું છે : ભાજપે આ કર્યું છે તે વાત બંગાળની પ્રજા કયારેય ભૂલશે નહિ : મમતા દીદી આક્રમૂક મૂડમાં access_time 4:30 pm IST

  • નકલી બિયારણકાંડઃ કૃષિ વિભાગે તપાસ શરૂ કરી :ગાંધીનગરના માણસામાં બિયારણની દુકાનમાંથી મળી ૧૦ બિયારણની નકલી થેલીઓ મળી આવી હતીઃ ખાતરકાંડ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ access_time 3:56 pm IST