Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ધોરાજીના જનતા બાગ : પાણી સહિત અનેક પ્રશ્નો ન ઉકેલાતા બેનરો લાગ્યા

ધોરાજી તા.૧૬: ધોરાજીના જમનાવડ રોડ ઉપર રેલવે ફાટક નજીક જનતા બાગના પ્રશ્નો બેનર લગાવતા ભાજપ-કોંગ્રેસની ભવાઈ ખુલ્લી પડી હોય તેવું જાહેરમાં ચર્ચાઈ રહ્યું હતું.

કોઈ લોકોએ ધોરાજીના જમનાવડ રોડ ઉપર ઈલેકટ્રીક થાંભલામાં લગાવેલા જનતા બાગના પ્રશ્ન બેનરોમાં જણાવ્યું હતું કે ધોરાજી જનતા બાગ ભાજપે ૬૦ લાખ રૂપિયા નાખ્યા તેમ છતાં ના બન્યો જનતા બાગ....?

કોંગ્રેસે કહ્યું વિજીલન્સ તપાસ કરાવીશું ન થઈ તપાસ ન બન્યો જનતા બાગ ફરતી કોર દુકાનો કોના કહેવાથી બની...?

રોડ રસ્તા પાણીના પ્રશ્ને ભાજપે કરી સુપરસીડ તો કોંગ્રેસની સુપર સીડ શું કામ નથી કરતા...?

આ પ્રકારના બેનરોમાં શબ્દો લખતા શહેરમાં ભારે ચર્ચા વ્યાપી હતી.

ધોરાજીના નગરજનોએ જણાવેલ કે ગોંડલ સ્ટેટ ના વખતથી બનેલો આ જનતા બાદ સૌરાષ્ટ્રનો પ્રથમ નંબર આવતો હતો પરંતુ રાજકીય સત્તાધીશોએ આ જનતા બાગની દશા બગાડી નાખતા આજે સૌરાષ્ટ્રમાં જનતા બાગ ધોરાજી ખાતર ડેપો હોય એ પ્રકારનું જોવા મળી રહ્યું છ.ે

ભાજપની નગરપાલિકા હતી ત્યારે આ જનતા બાગ નો વિકાસ કરવા માટે રૂપિયા ૬૦ લાખ જો ખર્ચ કર્યો પરંતુ એ ખર્ચ કોનો વિકાસ થયો એ પણ ચર્ચા કરી હતી બાદ કોંગ્રેસની સતા આવતા ધોરાજીના ધારાસભ્ય લલિત ભાઈ વસોયા એ નગરપાલિકાના પ્રથમ જનરલ બોર્ડમાં હાજરી આપી જાહેર જનતાની સાથે ખાતરી આપેલી કે આ બાબતે અમો વિજિલન્સ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરીશું પરંતુ આજે દોઢ વર્ષ જેવો સમય થવા છતાં કશું જ કાર્યવાહી થઈ નથી ત્યારે ધોરાજી ની જનતા બંને રાજકીય પાર્ટીઓના હોદ્દેદારોને ઓળખી ગઈ છે.

આ સમયે ધોરાજીના જાગૃત નાગરિક નિવૃત શિક્ષક મહેશભાઈ ભટ્ટે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે ધોરાજીની જનતા કેટલીક તકલીફો સહન કરતી આવી છે જનતા બાગ માટે કેટલા રૂપિયા ખર્ચ્યા પાણી માટે કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા છતાં હજુ સુધી લોકોને કોઈ પ્રકારની સુવિધા મળી નથી ભાજપ વાળા કંઈ કરતા નથી તો કોંગ્રેસ વાળા પબ્લિક ને ઉલ્લુ બનાવે છે એ સિવાય કાંઈ નથી જે લોકો એ બેનર લગાવ્યા છે તેમને હું ખુબ ખુબ અભિનંદન આપુ છું કારણકે પ્રજાહિતમાં એમણે કાર્ય કર્યું છે

શહેર અને તાલુકાની દોઢ લાખ જનતા માટે એક ફરવાનું ગાર્ડન નથી વેકેશનમાં બાળકોને ફરવા લઈ જવું હોય તો કયાં લઈ જવું તે પ્રશ્ન ઊભો થાય છે નાછૂટકે ધોરાજીના બાળકોને લઈને જુનાગઢ જેતપુર ઉપલેટા વગેરે વિસ્તારોમાં કરવા માટે જવું પડે છે છતાં પણ ધોરાજીના રાજકીય લોકોની આંખ ઉઘડતી નથી માત્ર ને માત્ર પ્રજાને ઉલ્લુ બનાવવા સિવાય કશું જ દેખાતું નથી.

(11:32 am IST)
  • વડાપ્રધાને તમને કહેલ કે તેઓ પોતે તમારા બધાના ખાતામાં ૧૫ લાખ નાખશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે તે ચૂંટણી જુમલો હતોઃ શું તમે ફરીથી તેઓ ઉપર ભરોસો કરશો?: પ્રિયંકા તુટી પડયા : ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 4:33 pm IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST

  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST