Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂપેણ બંદર નજીકથી ૪પ લાખનું ચરસ ઝડપાયુ

(કૌશલ સવજાણીદ્વારા) ખંભાળિયા તા.૧૬ : દેવભુમી દ્વારકા જિલ્લામાં ૪પ લાખનું ચરસ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. દેવભુમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર નજીક બિનવારસી હાલતમાં ૪પ લાખનું ૯૦૦ ગ્રામ ચરસ ઝડપાયુ હતુ. એસઓજી પોલીસ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ દેવભુમી  દ્વારકાના દરિયા કિનારેથી ગઇ રાત્રે અંદાજીત ૯૮૭ ગ્રામ જેટલો ચરસનો કિંમત રૂપિયા અંદાજીત ૪પ લાખનો મળી આવતા એસઓજી ટીમ દ્વારા આ જથ્‍થો કબ્‍જે કરી વહેલી સવાર સુધી જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

દરિયા કિનારેથી બિનવારસુ આ ચરસનો જથ્‍થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે. દેવભુમિ દ્વારકા જીલ્લા પોલીસવડા શ્રી નિતેશ પાંડે ના માર્ગદર્શન હેઠળ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

દ્વારકાના દરિયા કિનારે આ જથ્‍થો કઇ રીતે પહોંચ્‍યો તે અંગે અત્‍યંત ગુપ્‍ત રીતે આ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અગાઉ નાવદ્રા જથ્‍થો પકડાયા બાદ ફરી એક વખત આ જથ્‍થો મળી આવતા તપાસ એજન્‍સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:58 am IST)