Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

હળવદમાં ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્‍મજયંતીની ભવ્‍ય ઉજવણી

 હળવદઃ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર જી નીᅠ ૧૩૩ મી જન્‍મજયંતી નિમિત્તે હળવદ ખાતે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ અને ડી જે સાથે એક વિશાળ રેલી યોજી નગરમાં વિવિધ સ્‍થળોએ ફરી હતી. ત્‍યારબાદ ડો. બાબાસાહેબ આંબેડકરના સ્‍ટેચ્‍યુ ખાતે ફૂલહાર કર્યાં હતાં. રાજકીય આગેવાનો દ્વારા પણ ડો.બાબાસાહેબને ફૂલહાર અર્પણ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્‍ત અનુસૂચિત જાતિના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલઃ દિપક જાની-હળવદ)

(10:52 am IST)