Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પોરબંદરમાં કોરોનાથી વધુ બે દર્દીઓના મૃત્યુ : નવા 7 કેસ પોઝીટીવ : વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 56 એક્ટિવ કેસ: સ્થાનિક કક્ષાએ નવા 7 કેસ, રાજ્ય સરકારની યાદીમાં 15 કેસ જાહેર

પોરબંદરમાં કોરોનાથી વધુ બે દર્દીઓના મૃત્યુ થયા છે અને નવા 7 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં 5 પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે , જયારે વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 56 એક્ટિવ કેસ છે

 આજે પોરબંદર સ્થાનિક કક્ષાએ કોરોનાના નવા 7 કેસ પોઝિટિવ આવ્યાનું જણાવાયું છે જયારે રાજ્ય સરકારની આરોગ્ય ટીમની યાદીમાં 15 કેસ જાહેર કર્યા છે

(8:52 pm IST)