Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ડો. બાબા સાહેબ આંબેડકરના સદ્ગુણો અને વિચારોને આપણે અનુસરવુ જોઇએઃ આર.સી.ફળદુ

ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ નિમિતે કાલાવડ તાલુકાના મોરીદડ ખાતે સામાજિક ન્યાય દિવસની ઉજવણી

જામનગર તા. ૧૬ : ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭ મી જન્મ જયંતી નિમિત્ત્।ે ભારત સરકારશ્રી દ્વારા તા.૧૪ એપ્રિલથી તા. ૫ મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે કાલાવડ તાલુકાના મોરીદડ ગામે કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સામાજિક ન્યાય દિવસની ઉજવણી દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી.    

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના બાળકો દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ ઇન્ચાર્જ કલેકટરશ્રી બારડ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ.

આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ ડો. બાબા સાહેબ આંબેડકરના જયનાદ સાથે પોતાના ઉદબોધનની શરૂઆત કરતા જણાવ્યુ કે, ભારત સરકારના ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ડો. બાબા સાહેબની ૧૨૭ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્ર્મ યોજવામાં આવેલો છે ત્યારે મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે તેમને વંદન કરૂ છુ. તેમના સદગુણો અને વિચારોને આપણે અનુસરવુ જોઇએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આ કાર્યક્રમને અનુરૂપ લાઇવ ટેલીકાસ્ટ પ્રોગ્રામનું મંત્રીશ્રી અને મહાનુભાવોએ ગ્રામજનો સાથે નિદર્શન કર્યુ હતુ.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે અનુસુચિત જાતીના પ્રમાણપત્રો તથા અન્ય યોજનાની સહાયનું વિતરણ કરવામાં આવેલ ત્યારબાદ મોરીદડ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરના જીવનની ઝાંખી રજુ કરેલ હતી.

આ કાર્યક્રમમાં ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરીશ્રી એ.સી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પરીક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાઠક, પૂર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઇ ચાવડા, ગામના સરપંચ શ્રી પૂજાબેન, ગામના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૯)

(1:08 pm IST)