Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ધ્રાંગધ્રામાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી

 વઢવાણ : ડો. બાબા સાહેબ આબેડકરની ૧૨૭મી જન્મજયંતી પ્રસંગે ધ્રાંગધ્રામાં એક વિશાળ રેલીનું આયોજન થયું હતું. આ પ્રસંગે દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી,ધાંગધ્રાના માજી ધારાસભ્ય  હિરાભાઇ પટેલ ધારધરા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ધાંગધ્રા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કુલદીપ સિંહ ઝાલા તેમજ સુધરાઇ સભ્ય અને સમગ્ર શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી મહેન્દ્ર ગેડીયા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા. મુળ ૨૨/૧૧/૧૯૯૨ નાં રોજ તત્કાલીન શહેરી વિકાસ મંત્રી મનુભાઈ પરમાર ના હસ્તે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે સર્કલ નામાભિધાન કરવામાં આવેલ હતું. પરંતુ ૧૯૯૮મા ભાજપ સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા થોડું-ઘણો ફેરફાર કરી અને ત્યાં એક નવી તકતી DCW સર્કલના નામની મારી દેવામાં આવેલ હતી અને મૂળ તકતી ત્યાંથી હટાવી દેવામાં આવેલ હતી. ઘણા વખતથી દલિત સમાજની માગણીને ન્યાય આપી અને ફરીથી મુળ ડો. આંબેડકર સર્કલનુ ફરી નવીનીકરણ કરી ફરી લોકાર્પણ કરવામાં આવ્યું. આજે ત્યાં ફરીથી નવીનીકરણ કરીને નવેસરથી ૧૯૯૨ વાળી મૂળ તખતી ત્યાં મારવામાં આવેલ જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ માટે ધાંગધ્રાના યુવા દલિત કાર્યકર્તાઓ એવા ચંદ્રેશભાઈ વાણીયા, શાંતિલાલભાઈ અમિતભાઈ અને તેમના સાથી મિત્રોએ એક જબરજસ્ત જહેમત ઉઠાવેલ હતી. તેઓના આ ભગીરથ કાર્ય ની અંદર ધ્રાંગધ્રા નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર એ.ડી.વાઘેલાનુઙ્ગ પણ મોટું યોગદાન રહેલું છે.(તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)(૨૧.૧૭)

(1:05 pm IST)