Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મોરબીના નવાઘુંટું અને માળીયાના નવા ભાવપર ગામે જુગાર રમતા ૧૫ પકડાયા

બંને સ્થળેની ૧.૧૪ લાખની રોકડ કબજેઃ અીસીબીના પી.એસ.આઇ વ્યાસનો સપાટો

પ્રથમ તસ્વીરમાં નવા ઘુંટું ગામે બીજી તસ્વીરમાં નવા ભાવપર ગામે જુગાર રમતા પકડાયા શખ્યો નજરે પડે છે

મોરબી, તા.૧૬ : મોરબીના નવા ઘંુટું અને માવીયા મિંયાણાના નવા ભાવપર ગામે ચાલતા જુગારના હાટડા પર મોરબી એ સીબીએ દરોડા પાડી જુગાર રમતા ૧૫ શખ્સોને ૧.૧૪ લાખની રોકડ સાથે ઝંડપી લીધા હતા.

જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ.આર.ટી.વ્યાસ જીલ્લામાં જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના નિરવભાઇ મકવાણા તથા ચંદુભાઇ કાણોતરાને મળેલ હકિકત આધારે નવા ધુટુ ગામે ભુપતભાઇ ત્રિભોવનભાઇ સરવૈયાના મકાનમાં પતા રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ભુપતભાઇ ત્રિભોવનભાઇ સરવૈયા ,જયેશભાઇ જીવરાજભાઇ આંતરેશા ,રમેશભાઇ મશરૂભાઇ ઇગોરા ,દિનેશભાઇ પાચાભાઇ સીતાપરા ,મુકેશભાઇ જેસંગભાઇ આંતરેશા અને ચંદુભાઇ બિજલભાઇ પેથાણી રહે.તમામ નવા ધુટુ વાળાઓને રોકડા રૂપિયા ૬૦ હજારની મતા સાથે જડપી લીધા હતા.

બીજા દરોડા એલ.સી.બી.ના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાનાઓને મળેલ હકીકત ના આધારે માળીયા મીંયાણા ના નવા ભાવપર ગામે આરોપી ચંદુભાઇ પ્રભુભાઇ ગામી પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં જુગાર રમાડતો હોવાની બાત્મની આધારે ચંદુલાલ પ્રભુભાઇ ગામી ,મગનલાલ મોહનભાઇ ગામી ,કરીમભાઇ આલીભાઇ સુમરા , શીવાભાઇ શામજીભાઇ ખાંભડીયા, રાજેશભાઇ લાખાભાઇ ગોહેલ ,જગદીશભાઇ પ્રેમજીભાઇ ફુલતરીયા ,ધીરૂભાઇ વીરાભાઇ કાનગડ ,ભાનુભાઇ સવાભાઇ કાનગડ અને જયદિપસિંહ રણજીતસિંહ જાડેજા વાળાઓને રોકડા રૂપિયા ૫૪,૧૩૦ ના મુદામાલ સાથે ૯ શખ્શોને જડપી માળિયા પોલીસ મથકે ગુનો નોધાવ્યો છે.

(1:03 pm IST)