Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

મોરબીના સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટની ચોરી કરનાર શખ્સને એલસીબી ટીમે ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી લીધો

મોરબીના સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટની ચોરી કરનાર શખ્સને એલસીબી ટીમે ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી પાડી તેને બી ડિવિઝન પોલીસને સોંપી દઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી ટીમને સયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં મો.સા. ચોરીમાં પકડાયેલ આરોપી સંજયભાઇ પ્રવિણભાઇ પરમાર (રહે. થાન જી.સુરેન્દ્રનગર વાળાએ મોરબી -૨, )સો-ઓરડી વિસ્તારમાંથી થયેલ બુલેટ મોટર સાયકલની ચોરી કરેલ હોય અને તે બુલેટ મોટર સાયકલ લઇ જુના ઘુટુ રોડ પરથી ત્રાજપર ચોકડી બાજુ આવે છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી શખ્સને પકડી પાડ્યો હતો.
આ શખ્સની પૂછપરછ કરતા તે ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી તેની યુકિતપ્રયુકિતથી ઉલટ સુલટ પુછપરછ કરતા પોતે ભાંગી પડેલ અને પોતે ગઇ તા.૦૩ માર્ચના રાત્રીના બે વાગ્યાની આસપાસ મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટના વાયર કેબલ તોડી ડાયરેકટ કરી ચોરી કરેલાની હકીકત જણાવી હતી. જેથી તેને બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા PSI કે.જે.ચૌહાણ, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં.

   
(10:58 pm IST)