Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ભાવનગરમાં ભાજપ દ્વારા ક્ષયના દર્દીઓને પોષક આહારની કીટ, ચિકિત્સા કેમ્પ, જરૂરતમંદોને સ્લીપર વિતરણ કાર્યક્રમ યોજાયો

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભાવનગર શહેર ભાજપ તેમજ વોર્ડ અને વિવિધ સેલ-મોરચા સંગઠન દ્વારા ૧૬ માર્ચના રોજ પ્રદેશાધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીના જન્મદિન અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ  અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં વિવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ક્ષય (ટીબી) ના દર્દીઓને ‘પોષક આહારની કીટ વિતરણનું સેવાકાર્ય’ કરવામાં આવ્યું હતું, તો ભાજપના ચીકીત્સા સેલ તેમજ મહિલા મોરચા દ્વારા પાનવાડી ચોક ખાતે આવેલ બજરંગદાસ હોસ્પિટલમાં જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પનું સેવાકાર્ય’ કરવામાં આવેલ.

  આ ઉપરાંત વોર્ડ સંગઠન દ્વારા ભાવનગર શહેરના તમામ વોર્ડમાં જરૂરતમંદ લોકોને ‘સ્લીપર વિતરણ સેવાકાર્ય’ કરવામાં આવેલ. આ ઉપરાંત બક્ષીપંચ મોરચો, કિસાન મોરચો તેમજ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાંજે ૫-૦૦ કલાકે ફૂલસર ખાતે સરકારી ચિલ્ડ્રન હોમ, તાપીબાઇ વિકાસ ગૃહ તેમજ રૂવાપરી પાસે આવેલ રક્તપિત સોસાયટી ખાતે જરૂરતમંદ બાળકો અને વસ્તીના લોકોને 'આઇસ્ક્રીમ વિતરણ' સેવાકાર્ય કરવામાં આવેલ તેમજ યુવા મોરચા દ્વારા ભાવનગર શહેર કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પ કરવામાં આવેલ. અંગદાન કરવાથી કેટલીયે જિંદગી બચી શકે તેવા શુભહેતુથી અંગદાન કરવા ઇચ્છનાર કાર્યકરો અને નગરજનોને સુવિધા રહે તે માટે વોટ્સએપના માધ્યમથી એક લિંક મોકલવામાં આવેલ જેનો સારો પ્રતિસાદ મળેલ.

 મંડલ સ્તરના ઉક્ત કાર્યક્રમોમાં ભાવનગર શહેર ભાજપ સંગઠન, વોર્ડ સંગઠન, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા નગરસેવકો તેમજ શિક્ષણ સમિતિના સદસ્યો સહિત તમામ સેલ- મોરચાના હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતાં.

(7:10 pm IST)