Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

જૂનાગઢમાં ઓપન અંતાક્ષરી સ્‍પર્ધા યોજાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૬ : જૂનાગઢ ઓપન અંતાક્ષરી હરિફાઈ પરશુરામ ફાઉન્‍ડેશન,મહિલા પાંખ આયોજિત અંતાક્ષરી ૨૦૨૩ તા.૦૨/૦૪ બ્રહ્મસમાજ કન્‍યા છાત્રાલય, બીલખા રોડ ખાતે યોજાશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૫ છે. આ સ્‍પર્ધામાં ૩ સભ્‍યોની ટીમ રહેશે. જેમાં ૧ મહિલા સભ્‍ય ફરજીયાત છે.  વ્‍યક્‍તિ દીઠ ૧૦૦ રૂ. ફી છે. સેમી ફાઇનલ અને ફાઇનલ રાઉન્‍ડ રહેશે. ફોર્મ ભરવાનું સ્‍થળ (૧)મહાદેવ સાફા, સતવારા સમાજ વાડી સામે, ઝાંઝરડા રોડ (૨) ક્રિષ્‍ના કાર્ડ, વણઝારી ચોક (૩) VIEC, ટી પોસ્‍ટ ઉપર રાયજીબાગ કોમ્‍પ્‍લેક્‍સ છે. વધુ માહિતી માટે શોભનાબેન ૯૭૧૨૬ ૦૯૪૦૭, માલતીબેન ૭૯૮૪૭ ૪૧૧૪૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

(1:40 pm IST)