Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

દ્વારકામાં ભાજપ દ્વારા સી.આર. પાટીલનો જન્‍મદિવસ ઉજવાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૬:  ભાજપના રાજય પ્રમુખ સી.આર.પાટીલનો જન્‍મદિન હોય દ્વારકા જીલ્લા ભાજપ દ્વારા પ્રમુખ મયુરભાઇ રામભાઇ ગઢવીની આગેવાનીમાં સમગ્ર જીલ્લાના દશેય મંડળોમાં સેવાકીય પ્રવૃતીઓ કરીને જન્‍મદિન ઉજવણી કરવામાં આવી હતી.

ભાજપ જીલ્લા યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું તો અનેક મંડલોમાં પછાત વિસ્‍તારોમાં નાસ્‍તા વિતરણ, હોસ્‍પીટલોમાં દર્દીઓને ફુટ વિતરણ નાના બાળકો સ્‍લમ વિસ્‍તારમાં આઇસ્‍ક્રીમ વિતરણનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું.

સાંજે દ્વારકા જીલ્લા ભાજપની નવી બોડી દ્વારકાધીશના દર્શન પુજા કરીને દ્વારકાની સરકારી હોસ્‍પીટલમાં દર્દીઓને ફુટ વિતરણ કરવાના સેવા કાર્યથી નવી જવાબદારીની શરૂઆત કરશે.

કામઇ ધામ ખાતે વિશેષ કાર્યક્રમ

ખંભાળીયા તાલુકાના પીપળીયા પાસેના કામઇ ધામ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સી.આર.પાટીલના દીર્ધાયુ માટે પ્રાર્થના, આસપાસના ગામોના બાળકોને બટુક ભોજન, પીપળીયા, ખજુરીયા, માધુપુર જુવાનગઢ વિ.ગામોમાં વિધવા તથા ટીબીના દર્દીઓને પોષણકીટનું વિતરણ થશે પુર્વ તા.પં.  પ્રમુખ રામભાઇ નાથાભાઇ ગઢવી તથા દેવભુમી દ્વારકા અનુ.જાતી મોરચા દ્વારા આ આયોજન થયું છે.

(1:34 pm IST)