Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

વાંકાનેર સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમે પૂ. હરીચરણદાસજી મહારાજની પુણ્‍યતિથી ઉજવાશે

પ્રથમ પુણ્‍યતિથી સેવાકાર્ય તથા ભકિતભાવ સાથે ઉજવાશેઃ ૧૮ ને શનિવારે પ.પૂ. શ્રી હરીચરણદાસજી મહારાજના પ્રિય કાર્યો થકી અનેકવિધ કાર્યક્રમો યોજાશેઃ તૈયારીઓનો ધમધમાટઃ બ્‍લડ ડોનેશન કેમ્‍પ, બટૂક ભોજન, ગૌમાતાને લાડુ, શ્રી હનુમાન ચાલીસા, સમુહ પાઠ, મહાપ્રસાદ તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમોની વણજાર

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧ :.. વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ શ્રી સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમ ખાતે આગામી તા. ૧૮ ને શનિવારના રોજ બ્રહ્મલીન સદ્‌્‌ગુરૂદેવ સ્‍વામી પ.પૂ. શ્રી હરીચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્‍યતિથી પ્રસંગે પૂજય સદ્‌્‌ગુરૂદેવશ્રીને પ્રિયકાર્ય થકી અનેકવિધ કાર્યો થકી ઉજવાશે.

જેમાં આખો દિવસ વિવિધ કાર્યો યોજાશે તેમાં વાંકાનેર ગાયત્રી શકિતપીઠ ખાતે બપોરે બટૂક ભોજન તથા શ્રી ગાયત્રી પરિવાર સંચાલીત ટીફીન સેવામાં ટીફીનમાં મીઠાઇ (પ્રસાદ) વિતરણ તથા શ્રી અંધ-અપંગ-ગૌશાળાની અંધ-અપંગ ગૌમાતાને લાડુ (પ્રસાદ) અપાશે. ત્‍યારબાદ સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમ ખાતે સાંજે પ-૩૦ થી ૮-૩૦ મહા રકતદાન કેમ્‍પ તથા પ.૩૦ થી ૭.૩૦ સમુહ હનુમાન ચાલીસાના સંગીતમય પાઠ યોજાશે પાઠ પુર્ણ થયે સાંજે ૭-૩૦ કલાકે આશ્રમ ખાતે જ મહાઆરતી યોજાશે. ત્‍યારબાદ ઉપસ્‍થિત સૌ ગુરૂ ભકતો માટે મહાપ્રસાદ (ભંડારો) સાંજે ૭.૩૦ થી ૯ કલાકે શ્રી સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમ ખાતે જ યોજાશે.

તો ઉપરોકત દરેક કાર્યક્રમમાં સૌ ગુરૂ ભકતો સમયસર ઉપસ્‍થિત રહી. દરેક કાર્યક્રમનો લાભ લેવા ટ્રસ્‍ટી મંડળે આમંત્રણ સાથે યાદી આપતા જણાવેલ છે.

તેમજ મહાપ્રસાદ (ભંડારા)ના મુખ્‍ય યજમાન પદે નાથ એજન્‍સીવાળા ધર્મેશભાઇ ભીંડોરા તથા જતીનભાઇ ભીંડોરા પરિવાર રહેશે.

તો દરેક ગુરૂ ભકતો તથા આમંત્રીત મહેમાનો, સંતો-મહંતો વિગેરે બહોળી સંખ્‍યામાં ગુરૂ શિષ્‍ય પરિવાર સાથે લાભ લેવા સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્‍ટીઓ દ્વારા જણાવાયું છે.

(12:19 pm IST)