Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

બગસરામાં પતિને અન્ય સાથે સંબંધ હોવાથી લગ્નના ૪ મહિના બાદ પત્નિનો આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૬ : બગસરામાં રહેતી હિનાબેન જયેશભાઇ બોરીચાના ચારેક મહિના પહેલા જયેશ નાનજી બોરીચા સાથે પ્રેમલગ્ન થયેલ. અને સંયુકત કુટુંબમાં રહેતા હોય. પતિને અન્ય કોઇ છોકરી સાથે પ્રેમ સબંધ હોય તેની જાણ પત્નિ હિનાબેનને થઇ જતાં તેમણે પતિ જયેશને આવા ધંધાબંધ કરવા જણાવેલ. જેથી સારૂ નહી લાગતા તેમજે લગ્ન જીવન દરમિયાન અગાવના લગ્ન જીવન દરમિયાન દિકરીને સંતાન હોય જેથી દિકરી ગમતી ન હોય. ઘરમાંથી કાઢી મુકવા ત્રાસ આપી પતિ જયેશ નાનજી બોરીચા, સસરાના નાનજી બોરીચા, કમલેશ નાનજી બોરીચા, જીગા નાનજી બોરીચાએ ત્રાસ આપીમરી જવા મજબુર કરતા પોતે કંટાળી ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઇ લેતા મોત નિપજયાની માતા ગૌરીબેન ઉર્ફે ગીતાબેન કિરીટભાઇ ચૌહાણે બગસરા પોલીસ મથકમાં સાસરીયા સામે ફરીયાદ નોંધાવી છે.

ભુલથી ઝેરી ટીકડા ખાઇ લેતા મોત

લાઠી તાલુકાના દુધાળા ગામે રહેતા ભરતભાઇ લખુભાઇ વિંજીયા ઉ.૩પ ને તાવ આવતો હોય જેની દવા ચાલુ હોય તાવની દવા ઘરમાં પડેલ તેના બદલે ઘઉંમાં નાખવાના ઝેરી દવાના ટીકડા ખાઇ જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું ઉમેશભાઇ ઉર્ફે ધુધાભાઇ લખુભાઇ વિંછીયાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

દારૂ પીધેલ

જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્તરાયની સુચના અનેમાર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામાં પ્રોહીની બદીને નાબુદ કરવા પોલીસેને અપાયેલ સુચના મુજબ અમરેલી જીલ્લામાં ડ્રીંકસ એન્ડ ડ્રાઇવ દરમ્યાન જુદા-જુદા સ્થળોએથી બે દિવસ દરમ્યાન ૧૦૧ નશાખોરોને ઝડપી પાડીને પોલીસે જેલની હવા ખવડાવી સરભરા કરી નશો ઉતાર્યો હતો.

જુગાર

ખાંભા તાલુકાના ડેડાણ ગામે જાહેરમાં જુગાર રમતા રમેશ જીણા ઉર્ફે ભાભલુ વાળા, અશોક ડાયા ગરણેીયા, મુસ્તાક રહીમ ચૌહાણ, હસમુખ જીણા ઉર્ફે ભાભલુ વાળાને પો.કોન્સ. છગનભાઇ ડાભીએ રોકડ રૂ.૧૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. જયારે રેઇડ દરમ્યાન સોહિલ ઉર્ફે બાલો મજીદ પઠાણ, અબુ ઇશા અબુ ઇશા અગવાન, ઇકુબાબુ ભોકિયા નાશી છુટયા હતા.

કુંડીમાં પડતા મોત

ધારી તાલુકાના ભરડ ગામે ગોપીબેન રણજીતભાઇ બોરીચા ઉ.૧ (દોઢ) વર્ષની બાળાનું રમતા- રમતા પાણીની કુંડીમાં પડી જવાથી ડુબી જતા મોત નિપજયાનું શિવરાજભાઇ ગોલણભાઇ બોરીચાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે બાળાને દવાખાને લઇ જતા ડોકટરે મૃત જાહેર કરેલ.

વાહન હડફેટ મોત

લાઠી તાલુકાના ભુરખીયા ગામે તા.૮/૩ ના ભગવાનભાઇ ભીખાભાઇ નામના પ્રૌઢને બાઇક લઇને રોડ ઉપર ઉભા હતા ત્યારે બાઇક નં. જી.જે.૦૬ એચ.એન. ૦રર૭ ના ચાલક સીતાભાઇ નારણભાઇએ પુર ઝડપે અને બેફીકરાઇ બાઇક ચલાવી હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડતા પ્રથમ અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું લાઠી પોલીસ મથકમાં દેવાભાઇ ભીખાભાઇ સાટીયાએ ફરીયાદ નોંધાવેલ છે.

(1:32 pm IST)